Baroda

વડાપ્રધાનના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો માહોલ : ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાથી ગૂંજ્યું વડોદરા

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઉરી સર્જિકલ સ્ટ્રાઇકની થીમ પર આધારિત નાટક અને નૃત્ય રજૂ કરાયા, જેમાં કલાકારોએ અભિનય દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાનના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો માહોલ : ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાથી ગૂંજ્યું વડોદરા

PM Narendra Modi Visit Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉરી સર્જિકલ સ્ટ્રાઇકની થીમ આધારિત નાટક અને નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. કલાકારોએ પોતાના અભિનય અને નૃત્ય દ્વારા દેશભક્તિનો સંદેશ આપતા ઉપસ્થિત લોકોમાં જોશ અને જોમ ભરાયો હતો.
નાટક અને નૃત્યની રજૂઆત દરમિયાન કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો અને રજૂઆતો વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રજૂઆત દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવવામાં આવ્યા હતા. નારાઓથી સમગ્ર કાર્યક્રમ સ્થળ ગૂંજી ઉઠ્યું હતું. યુવાઓ સહિત ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડાપ્રધાનના આગમન પૂર્વે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉરી સર્જિકલ સ્ટ્રાઇકની થીમ આધારિત રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી.