દર્દીઓને હવે મોબાઇલ ફોનમાં જ રિપોર્ટ મળી જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા શરૃ કરવામાં આવી રહી છે. આગામી સપ્તાહમાં ત્રણ સેવાઓ શરૃ થઈ જશે.
હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને કેસ બારીમાં કેટલાક ટેસ્ટના રિપોર્ટ, સિટિ સ્કેન તેમજ લિકર પરમિટના નાણાં ચૂકવવાના હોય છે. પૈસાની ચૂકવણીમાં સરળતા રહે તે માટે હોસ્પિટલમાં બેંક ઓફ બરોડા દ્વારા ૧૫ જગ્યાએ પીઓએસ મશીન, સ્કેનર મૂકવામાં આવશે.
લેબોરેટરીમાં થતા ટેસ્ટના રિપોર્ટ દર્દીઓને મોબાઈલ ફોનમાં જ મળી રહે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી,સમય અને સ્ટેશનરીનો બચાવ થશે.તેમજ અન્ય ડોક્ટરને પણ તે રિપોર્ટ આસાનીથી બતાવી શકાશે.
તદુપરાંત સિટિ સ્કેન અને એમઆરઆઈના રિપોર્ટ માટે લિંક જનરેટ કરવામાં આવશે. આ લિંક દર્દીઓને વ્હોટ્સએપ દ્વારા મોકલાશે, જેનાથી તેઓ સ્માર્ટફોન પર લિંક ખોલી શકશે. ડિજિટલાઇઝેશનના કારણે હોસ્પિટલને દર મહિને અંદાજે ૧૦ લાખની બચત થશે. રિપોર્ટ પાછળ અંદાજે રોજના ૭ હજાર જેટલા પેપરનો ઉપયોગ થતો હોય છે. તેની પણ બચત થશે.




