Baroda
વડોદરાના રસ્તા પર PM ઈ-બસ સેવાની બસ બ્રિજ પર ખોટકાઈ જતા મુસાફરો અટવાયા
By GS Team
14 Jul 20261 min read
વડોદરામાં તાજેતરમાં શરૂ થયેલી PM ઇ-બસ સેવાની બસ ગઈકાલે જેતલપુર બ્રિજ પર ખોટકાઈ ગઈ હતી. પાદરાથી વડોદરા આવી રહેલી આ બસ અચાનક બંધ પડતાં મુસાફરોને નીચે ઉતરવું પડ્યું હતું. 15 દિવસ પહેલાં જ શરૂ થયેલી બસમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોએ હાલાકી ભોગવી હતી. ડ્રાઈવરને પણ ખામીનું કારણ ખબર નહોતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : તાજેતરમાં જ વડોદરા શહેરમાં લોકાર્પણ કરાયેલી પીએમ ઈ-બસ સેવાની બસ ગઈકાલે તમાશારુપ બની ગઈ હતી.
વડોદરામાં બે મહિના પહેલા ઈ-બસનું આગમન થયું હતું. ગઈકાલે ઈ-બસ પાદરાથી વડોદરા આવી રહી હતી. ત્યારે જેતલપુર બ્રિજ ઉપર બસ ખોદકાઈ જતા મુસાફરોને નીચે ઉતરી જવું પડ્યું હતું.
મુસાફરોએ કહ્યું હતું કે 15 દિવસ પહેલા જ બસ શરૂ થઈ છે અને તેમાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે, જેને કારણે મુસાફરોને હેરાન થવાનો વખત આવે છે. જ્યારે બસના ચાલકે કયા કારણસર બસ ખોટકાઈ છે તેની ટેકનીકલ બાબતની જાણકારી નહીં હોવાનું કહ્યું હતું. બસ શરૂ નથી થતા મુસાફરોને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.