હજુ પણ ટ્રેનોની રાહ જોતા મુસાફરો, આજે પણ કેટલીક ટ્રેનો રદ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પડેલા ભારે વરસાદને કારણે ઘોલવડ-વલસાડ વચ્ચેના અનેક રેલવે બ્રિજ પર પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચ્યું હતું. ઉપરાંત બિલિમોરા યાર્ડમાં જળભરાવ અને ઉદવાડા-પારડી વચ્ચે ટ્રેકને નુકસાન થતાં ગઈકાલે ગુરૃવારે ટ્રેન વ્યવહાર તાત્કાલિક સ્થગિત કરાયો હતો.ગઈકાલે મોડી રાતે પાણીનું સ્તર ઘટયા બાદ વલસાડથી મુંબઈ તરફની અપ લાઇન પર અને ડાઉન બંને લાઇન પર ટ્રેન વ્યવહાર પુનઃસ્થાપિત કરાયો છે.
આ સેક્શનમાં પ્રથમ ટ્રેન ગઈકાલે ગુરૃવારે રાત્રે ૧.૩૫ કલાકે ઉદવાડાથી રવાના કરાઈ હતી. જોકે ભારે વરસાદના કારણે સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિને પગલે આજે પણ અનેક ટ્રેન સેવાઓ પર અસર યથાવત રહી છે. આજે ૫૫ ટ્રેનો રદ કરાઈ છે.તેમાં હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો, બાંદ્રા ટર્મિનસ-ઉધના સ્પેશ્યલ, હઝરત નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ ગરીબરથ, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, સહિતની લાંબા અંતરની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આણંદ-વડોદરા મેમુ, વડોદરા-સુરત મેમુ, ભરૃચ-સુરત મેમુ, વડોદરા-દહાણુ રોડ પેસેન્જર તેમજ વિરાર-ભરૃચ મેમુ પણ રદ કરાઈ છે, જ્યારે ૨૫ ટ્રેનો શોર્ટ ટર્મિનેશન કરાઈ છે.
આવતીકાલે ૨૫ જુલાઈએ બોરીવલી - વટવા, બાન્દ્રા ટર્મિનસ- વીરાંગના લક્ષ્મીબાઈ, અમૃતસર- બાન્દ્રા ટર્મિનસ તથા ૨૬ જુલાઈએ શ્રી માતા વૈષ્ણોદેવી -જામનગર, અમૃતસર- બાન્દ્રા ટર્મિનસ, દાદર- પોરબંદર ટ્રેનો રદ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૃવારથી વિવિધ સ્ટેશનો પર મુસાફરો અટવાયા છે. કેટલાક મુસાફરો ૧૪ કલાકથી ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે. રેલવે વિભાગે ગઈ રાતથી કાઉન્ટર પરથી રિફંડ આપવાની શરુઆત કરી છે. ઓનલાઈન ટિકિટ મેળવનારને પણ રિફંડ અપાઈ રહ્યું છે.









