Baroda

ચાલતી ટ્રેનમાં ચઢતો મુસાફર ૧૦૦ મીટર સુધી ઢસડાયો

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા રેલવે સ્ટેશને બુધવારે મોડી રાત્રે જયપુર-બાંદ્રા એક્સપ્રેસમાં મુંબઈના 45 વર્ષીય સુરેશ તુંગરિયા કોલ્ડ્રિંક્સ લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. અચાનક ટ્રેન ઉપડતા ચઢવાનો પ્રયાસ કરતા તેઓ પટકાયા હતા. આશરે 100 મીટર સુધી ઢસડાતા તેમને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સયાજી હોસ્પિટલે ખસેડાયા છે. ટ્રેન વહેલી ઉપડતા અકસ્માત સર્જાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાલતી ટ્રેનમાં ચઢતો મુસાફર ૧૦૦ મીટર સુધી ઢસડાયો

વડોદરા રેલવે સ્ટેશન પર ગઈકાલે બુધવારે મોડી રાત્રે જયપુર-બાંદ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુંબઈનો એક મુસાફર પરિવાર માટે  કોલ્ડ્રિંક્સ લેવા પ્લેટફોર્મ પર ઉતર્યો હતા. દરમિયાન ટ્રેન અચાનક ઉપડી જતાં તેણે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા પટકાયો હતો અને અંદાજે ૧૦૦ મીટર સુધી ચાલતી ટ્રેન સાથે ઢસડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મુંબઈના શાસ્ત્રીનગરમાં રહેતા ૪૫ વર્ષના સુરેશ અમરચંદ્ર તુંગરિયા પોતાના પરિવાર સાથે કિશનગઢથી બાંદ્રા જઈ રહ્યા હતા. જયપુર-બાંદ્રા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર ઊભી હતી. આ દરમિયાન તેઓ પરિવાર માટે  કોલ્ડ્રિંક્સ લેવા પ્લેટફોર્મ પર ઊતર્યા હતા.

તે વખતે ટ્રેન અચાનક ચાલવા માંડતા સુરેશભાઈએ દોડીને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંતુલન ગુમાવતા તેઓ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયા હતા અને અંદાજે ૧૦૦ મીટર સુધી ઢસડાતા રહ્યા હતા. અકસ્માતમાં યુવકના જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડોયો હતો.

ઈજાગ્રસ્ત સુરેશ તુંગરીયાએ કહ્યું કે, ટ્રેનનો સ્ટોપેજ સમય ૧૦ મિનિટનો હોવા છતા ટ્રેન માત્ર બે મિનિટમાં જ ઉપડી જતાં આ અકસ્માત સર્જાયો છે. આ અંગે રેલવે વિભાગનું કહેવું છે કે ટ્રેન ૧૦ મિનિટના રોકાણ બાદ ઉપડી હતી અને ઘટનાના કારણે ટ્રેન ૧૮ મિનિટ રોકાઈ હતી.