Baroda
વડોદરામાં માંડવી નજીક અપના બજાર ખાતે જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી
By GS Team
15 Jul 20261 min read
વડોદરાના માંડવી નજીક અપના બજારમાં એક જર્જરિત ઇમારતનો બીજા માળેથી પતરાનો શેડ તૂટી પડ્યો. સદનસીબે તે સમયે કોઈ અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી. સ્થાનિકોના મતે, આ ઇમારત લાંબા સમયથી જર્જરિત છે અને વારંવાર કાટમાળ પડે છે. સ્થાનિકોએ તંત્રને જોખમી ઇમારત દૂર કરવા અથવા તોડી પાડવા માંગ કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના માંડવી નજીક આવેલા અપના બજાર વિસ્તારમાં એક જર્જરિત ઇમારત વધુ જોખમી બની છે. ઇમારતના બીજા માળે લગાવવામાં આવેલો પતરાના શેડનો ભાગ અચાનક તૂટીને નીચે પડ્યો હતો. જોકે ઘટના સમયે ત્યાં કોઈ અવરજવર ન હોવાથી સદનસીબે જાનહાનિ કે ઇજા થઈ નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને તેના વિવિધ ભાગોમાંથી વારંવાર કાટમાળ તથા પ્લાસ્ટર નીચે પડતું રહે છે. સદનસીબે પતરાનો શેડ પડ્યો ત્યારે ત્યાં કોઈ અવર જવર નહિં હોવાથી દુર્ઘટના ટળી છે.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ જોખમી ઇમારતને સુરક્ષિત રીતે દૂર કરવા અથવા જોખમી ભાગ તોડી પાડવાની માગ કરી છે.