Baroda

વડોદરાની 2118 પૈકી 2103 સ્કૂલોએ સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયામાં ભાગ લીધો

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા 'ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક' અમલમાં મૂક્યું છે. વડોદરા શહેર-જિલ્લાની 2118 પૈકી 2103 સ્કૂલોએ સ્વ-મૂલ્યાંકન કર્યું છે. બીજા તબક્કામાં 425 વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન થશે, જે માટે 220 વેરિફાયર્સનું રજીસ્ટ્રેશન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની 2118 પૈકી 2103 સ્કૂલોએ સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયામાં ભાગ લીધો

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતમાં શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓ માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક અમલમાં મૂક્યું છે.આ રેન્કિંગમાં ખાનગી સ્કૂલોએ પણ ભાગ લેવો ફરજિયાત છે.
રેન્કિંગ ફ્રેમવર્ક પાછળનો હેતું શાળાઓમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તા સુધારવાનો છે. રેન્કિંગ માટે દરેક સ્કૂલનું બે તબક્કામાં મૂલ્યાંકન કરવામાં આવશે.પહેલા તબક્કામાં સ્કૂલોએ સ્વ મૂલ્યાંકન કરવાનું રહેશે.જેના માટે દરેક સ્કૂલે સરકારના પોર્ટલ પર ઓનલાઈન જાણકારી અને દસ્તાવેજો આપવાના રહેશે.પહેલા તબક્કામાં વડોદરા શહેર અને જિલ્લાની ૨૧૧૮ પૈકી ૨૧૦૩ સ્કૂલોએ સ્વ મૂલ્યાંકનની કામગીરીમાં ભાગ લીધો છે.ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પંદર સ્કૂલો બાકી છે તેમાં પણ ૩ સ્કૂલો બંધ થઈ ચૂકી છે.
બીજા તબક્કામાં સ્કૂલોનું બાહ્ય મૂલ્યાંકન કરવા માટે શિક્ષણ વિભાગે નિમણૂક કરેલા વેરિફાયર્સ શાળાની રુબરુ મુલાકાત લેશે.જોકે તેની તારીખ જાહેર કરાઈ નથી પણ વડોદરામાં ૪૨૫ જેટલા વેરિફાયર્સ આ કામગીરી કરવાના છે.જોકે હજી સુધી માંડ ૨૨૦ જેટલા જ વેરિફાયર્સનું રજિસ્ટ્રેશન થયું છે.આમ ૫૦ ટકા વેરિફાયર્સ રજિસ્ટર થવાના બાકી છે.બાહ્ય મૂલ્યાંકન કરતા પહેલા વેરિફાયર્સને ઓનલાઈન તાલીમ પણ આપવામાં આવશે.
કઈ કઈ બાબતોનું મૂલ્યાંકન
સ્કૂલોમાં બાળકોને અપાતી સુવિધાઓ
શિક્ષકોની સંખ્યા, તેમની શૈક્ષણિક લાયકાત અને કાર્યપધ્ધતિ
શાળાનું સંચાલન કેવી રીતે થાય છે
અભ્યાસક્રમ અને ભણાવવાની પધ્ધતિ
સ્કૂલ પ્રત્યે વાલીઓ અને વિદ્યાર્થીઓનો સંતોષ
સ્કૂલનું સમાવેશી શિક્ષણ