યુનિ.પોલીટેકનિકમાં પહેલા વર્ષની 1361માંથી 45 બેઠકો જ ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં લગભગ તમામ બેઠકો ભરાઈ ગઈ છે.આ જ રીતે યુનિવર્સિટીની પોલીટેકનિકમાં પણ પ્રવેશ માટે ભારે ધસારો રહ્યો છે.જેમાં ગ્રાન્ટ ઈન એઈડ તથા હાયર પેમેન્ટ મળીને કુલ ૧૩૬૧ બેઠકો પૈકી ૧૨૭૧ બેઠકો ભરાઈ ગઈ છે અને હવે માત્ર ૪૫ જ બેઠકો ભરવાની બાકી રહી છે.
પોલીટેકનિકના પ્રિન્સિપાલ જિતેન્દ્ર વાધવાએ કહ્યું હતું કે, એસીપીસીના ત્રીજા રાઉન્ડના અંતે ગ્રાન્ટ ઈન એઈડની ૭૪૯ પૈકી માત્ર ૧૪ બેઠકો ખાલી છે.જેમાં સિવિલ એન્જિનિયરિંગની ૧૧, ઈલેક્ટ્રિકલની ૨ અને મિકેનિકલ એન્જિનિયરિંગની ૧ બેઠકનો સમાવેશ થાય છે.જ્યારે હાયર પેમેન્ટમાં પણ કુલ ૫૬૭ બેઠકોમાંથી ૩૧ ખાલી છે.જેમાં આર્કિટેકચરમાં ૩, કેમિકલ એન્જિનિયરિંગમાં ૭, કોમ્પ્યુટરમાં ૩, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક, ઈલેક્ટ્રોનિક્સમાં ૧૦ અને આઈટીમાં ૬ બેઠકોનો સમાવેશ થાય છે.આ બેઠકો પણ આગલા રાઉન્ડમાં ભરાઈ જાય તેવી શકયતા છે.
તેમણે કહ્યું હતું કે, મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ હોવાથી હવે એફવાયનું શિક્ષણકાર્ય તા.૧૦ ઓગસ્ટ, સોમવારથી શરુ કરી દેવામાં આવશે.આ પહેલા એફવાયના વિદ્યાર્થીઓનું આજે કોલેજમાં ઓરિએન્ટેશન યોજવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને કોલેજ તેમજ યુનિવર્સિટી અંગે અને વિવિધ સુવિધાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
નવા બિલ્ડિંગમાં શિક્ષણ શરુ કરવામાં બીજા ૬ મહિના લાગશે
જોકે હજી પણ વિદ્યાર્થીઓને ૬ મહિના પોલીટેકનિકના જૂના બિલ્ડિંગમાં જ ભણવું પડશે.કારણકે નવા બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિફિકેશન, ફર્નિચરની કામગીરી હજી પણ બાકી છે.બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે પણ આ કામગીરી પૂરી નહીં થવાથી નવું શૈક્ષણિક વર્ષ નવા બિલ્ડિંગમાં શરુ કરી શકાયું નથી.હવે બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ નવા બિલ્ડિંગમાં અભ્યાસ કરશે તેવી આશા રખાઈ રહી છે.









