Baroda

કમલાપુરાની સોસાયટીના મકાનમાં ઓનલાઇન જુગારધામ ઝડપાયું

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
વાઘોડિયાના કમલાપુરા ગામની સિદ્ધિ વિનાયક હોમ્સ સોસાયટીમાં ચાલતા ઓનલાઈન જુગારધામ પર જિલ્લા LCBએ દરોડો પાડ્યો હતો. પોલીસે 3 લેપટોપ, 11 મોબાઈલ, રોકડ સહિત કુલ 7.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાજેશ ઉર્ફે રાજુ વિહોલ સહિત 7 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજુ 25 હજારના પગાર પર ઓપરેટરો રાખતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કમલાપુરાની સોસાયટીના મકાનમાં ઓનલાઇન જુગારધામ ઝડપાયું

વાઘોડિયા તાલુકાના કમલાપુરા ગામની સીમની સોસાયટીમાં આવેલી એક સોસાયટીના મકાનમાં ઓનલાઇન રમાડાતો જુગાર જિલ્લા પોલીસે ઝડપી પાડી કુલ સાત શખ્સોની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કમલાપુરા સિધ્ધિ વિનાયક હોમ્સના એક મકાનમાં ઓનલાઇન જુગારની પ્રવૃત્તિ ચાલે છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો. બાતમીવાળા મકાનનો દરવાજો ખખડાવતા તેમાંથી રાજેશ ઉર્ફે રાજુ અમરત વિહોલ (રહે.કેન્યાનગર સોસાયટી, અભિલાષા ચાર રસ્તા, વડોદરા) બહાર આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મકાન તેને ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન અંદર તપાસ કરતા અન્ય છ વ્યક્તિઓ પણ મળી હતી. તેમની પાસે લેપટોપ તેમજ અન્ય સાધનો હતાં અને લેપટોપમાં ઓનલાઇન જુગારની આઇડી ઓપન હતી અને કેટલાંક લેપટોપમાં ૧૧ ગ્રાહકોના એકાઉન્ટનો ઉલ્લેખ અને ડિપોઝીટ થયેલી રકમ તેમજ પ્રોફિસ લોસની વિગતો હતી. પોલીસે ૩ લેપટોપ, ૧૧ મોબાઇલ, રોકડ, વાઇફાઇ રાઉટર તેમજ કાર મળી કુલ રૃા.૭.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે કુલ સાત શખ્સો સામે ગુનો દાખલ કરી તેઓની અટકાયત બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે રાજુએ પોતાની પાસે રૃા.૨૫ હજારના પગાર પર ઓપરેટર તરીકે રાખેલ શખ્સો પણ ઝડપાયા છે.

આરોપીઓના નામ

  • રાજેશ ઉર્ફે રાજુ અમરત વિહોલ (રહે.કેન્યાનગર સો. અભિલાષા ચાર રસ્તા, વડોદરા)
  • નિર્મલ અનિલ પટેલ (રહે.સાંધલી, તા.શિનોર)
  • નિકુંજ દેવેન્દ્ર પટેલ (રહે.બાલાજી વિહાર ડુપ્લેક્સ, સોમાતળાવ)
  • સંજયસિંગ ચંદનસિંગ કછવાહા (રહે.કમલાપુરા, મૂળ મધ્યપ્રદેશ)
  • રોહીત રમેશ પ્રજાપતિ (રહે.કમલાપુરા, મૂળ પાટણ)
  • રાકેશ ગોરધન મેતલીયા (રહે.કમલાપુરા, મૂળ વિક્ટોરિયા રેસિડેન્સી, પાસોદરા પાટીયા, સુરત)
  • ગ્યાનસિંગ રામચરણ શર્મા (રહે.કમલાપુરા, મૂળ ઉત્તર પ્રદેશ)