Baroda

ઓનલાઇન ઠગાઇનો સિલસિલો,વેડિંગ ઇન્વિટેશનની apk ફાઇલ અને ઓનલાઇન ટાસ્કના નામે વધુ ત્રણ ઠગાયા

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
શહેરમાં ઓનલાઈન ઠગાઈના 3 કિસ્સામાં, સુભાનપુરાના ચેતનકુમાર સોનીના બેંક ખાતામાંથી OTP દ્વારા ₹4.17 લાખ ઉપડી ગયા. કિલ્લોલભાઈના મિત્રનો ફોન હેક થતાં વેડિંગ ઇન્વિટેશનની APK ફાઇલ પર ક્લિક કરવાથી ખાતામાંથી પૈસા ઉપડી ગયા. માણેજાના ઠાકોરભાઈ ભાઈલાલભાઈના ખાતામાંથી ₹2.51 લાખ ઉપડી ગયા. ન્યુ VIP રોડના સૌરભ તેલીને પાર્ટ ટાઈમ જોબના નામે ₹1 લાખની ડિપોઝીટ કરાવી ઠગાઈ થઈ. કુલ ₹7.68 લાખની છેતરપિંડી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ઠગાઇનો સિલસિલો,વેડિંગ ઇન્વિટેશનની apk ફાઇલ અને ઓનલાઇન ટાસ્કના નામે વધુ ત્રણ ઠગાયા

શહેરમાં ઓનલાઇન ઠગાઇના એકપછી એક કિસ્સા ચાલુ જ રહ્યા છે.ઠગોની જુદી જુદી તરકીબોમાં વધુ ત્રણ શહેરીજને કુલ રૃ.૭.૬૮ લાખ ગુમાવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સુભાનપુરાની હિરાપન્ના સોસાયટીમાં રહેતા અને સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા ચેતનકુમાર સોનીને ગઇ તા.૧૦મી સપ્ટેમ્બરે ઓટીપી મળતાં તેમણે તપાસ કરી તો બેન્કમાંથી કુલ રૃ.૪.૧૭ લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.ગઇ તા.૧લી સપ્ટેમ્બરે કિલ્લોલભાઇ નામના મિત્રનો મોબાઇલ હેક થયો હતો અને તેમાંથી વેડિંગ ઇન્વિટેશનની એપીકે ફાઇલ પર ક્લિક કરી હતી અને ત્યારબાદ તેમના ખાતામાંથી રકમ ઉપડી જતાં સાયબર સેલને જાણ કરીછે.
માણેજાના ભાથુજી ફળિયામાં રહેતા ઠાકોરભાઇ ભાઇલાલભાઇને કારના ઇએમઆઇ પર પેનલ્ટી લાગતાં તેમણે બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કર્યું હતું.જેમાં તેમના ખાતામાંથી તેમની જાણ બહાર ચાર ટ્રાન્જેક્શન કરીને કોઇએ રૃ.૨.૫૧ લાખ ટ્રાન્ફર કર્યાનું જણાઇ આવ્યું હતું.
ન્યુ વીઆઇપી રોડના અમરનગરમાં રહેતો સૌરભ તેલી મોબાઇલ પર રીલ જોતો હતો ત્યારે પાર્ટ ટાઇમ જોબની લિન્ક આવતાં તેણે ક્લિક કરી તો વોટ્સએપ ખૂલ્યું હતું. સામેની વ્યક્તિએ રોજ રૃ.૩થી ૧૦ હજાર કમાઇ શકો છો તેમ કહી મિન્ત્રા ડિઝાઇન પ્રા.લિ.ના ઓર્ડર તપાસવાના ટાસ્કમાં ૪૦ ટકા સુધી કમિશન મળશે તેવી સ્કીમ સમજાવી હતી.યુવકે રજિસ્ટ્રેશન કરતાં એક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું.જેમાં યુવક પાસે ડિપોઝિટના રૃપિયા ભરાવીને ટાસ્ક આપવાથી બેલેન્સ દેખાતું હતું.રૃ.એક લાખની ડિપોઝિટ સામે રૃ.૧.૫૩લાખ બેલેન્સ થવા છતાં ઠગો રકમ આપતા નહતા અને ફી ના નામે વધુ રકમ માગતા હોવાથી યુવકે ફરિયાદ કરી છે.