Baroda

કાર્તિકેયનગરથી નિલામ્બર સર્કલ અને દિવાળીપુરા-યોગા સર્કલ માર્ગ પર એક તરફનો રસ્તો બંધ રહેશે

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધશે. વડોદરા કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર-11ની કચેરીથી નિલામ્બર સર્કલ અને દિવાળીપુરા ગામથી શ્રેણિક પાર્ક સર્કલ સુધી આ કામગીરી હાથ ધરાઈ છે. રસ્તા પર ઊંડું ખોદકામ થશે, જેથી એક તરફનો માર્ગ બંધ રહેશે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર્તિકેયનગરથી નિલામ્બર સર્કલ અને દિવાળીપુરા-યોગા સર્કલ માર્ગ પર એક તરફનો રસ્તો બંધ રહેશે

Vadodara News : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીના કારણે આગામી દિવસોમાં વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા બે સ્થળોએ ઊંડી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તાની એક તરફનો વાહન વ્યવહાર જરૂરિયાત મુજબ બંધ રાખવામાં આવશે.
વોર્ડ નંબર-11ની કચેરીથી નિલામ્બર સર્કલ તરફ જતા માર્ગ પર કાર્તિકેયનગર સોસાયટીથી નિલામ્બર સર્કલ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. આ ઉપરાંત દિવાળીપુરા ગામ ચાર રસ્તાથી યોગા સર્કલ થઈ શ્રેણિક પાર્ક સર્કલ સુધી પણ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ડ્રેનેજ લાઈન નાખવા માટે રસ્તા પર વધુ ઊંડું ખોદકામ કરવામાં આવનાર હોવાથી કામગીરીના સ્થળે વાહનચાલકોને પ્રવેશ ન કરવા કોર્પોરેશને સૂચના આપી છે. રસ્તાની એક તરફનો માર્ગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના કારણે ખાસ કરીને સવાર-સાંજના વ્યસ્ત સમય દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ડ્રેનેજ સહિતની વિવિધ કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવતું ન હોવાની ફરિયાદો અગાઉ પણ ઉઠતી રહી છે. કામગીરી લાંબી ચાલે તો રસ્તા લાંબા સમય સુધી બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને તેનો સીધો ભોગ સ્થાનિક રહીશો તથા વાહનચાલકોને બનવો પડે છે.