Baroda

વન ડે વન રોડ અભિયાન : દિવાળીપુરા કોર્ટ સામે લાયસન્સ વગરની દુકાન સીલ, ગંદકી અને પ્લાસ્ટિક મુદ્દે દંડ

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાએ 'વન ડે વન રોડ' અભિયાન હેઠળ દિવાળીપુરા કોર્ટ સામેની દુકાનો-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું. લાયસન્સ વગરની 1 દુકાન સીલ કરાઈ, જ્યારે ગંદકી બદલ અન્યને રૂ.5 થી 10 હજારનો દંડ ફટકારાયો. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ કાર્યવાહી થઈ. આ સઘન ચેકિંગમાં વોર્ડ ઓફિસ અને સેનેટરી વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વન ડે વન રોડ અભિયાન : દિવાળીપુરા કોર્ટ સામે લાયસન્સ વગરની દુકાન સીલ, ગંદકી અને પ્લાસ્ટિક મુદ્દે દંડ

Vadodara Food Safety : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે દિવાળીપુરા કોર્ટની સામે આવેલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન એક દુકાન પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અન્ય દુકાનો અને રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળતાં જવાબદાર સંચાલકો સામે રૂ.5 હજારથી રૂ.10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
VMCની ટીમે દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ સામે પણ તપાસ હાથ ધરી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી હતી અને નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સઘન ચેકિંગ કામગીરીમાં સંબંધિત વોર્ડ ઓફિસનો સ્ટાફ, ખોરાક શાખા, સેનેટરી વિભાગ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.