Baroda

રૃા.૨.૦૨લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે એક પકડાયો , સપ્લાયર ફરાર

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
રાવપુરા પોલીસે 'ઓપરેશન મિશન ક્લીન' હેઠળ સયાજી હોસ્પિટલ પાસે MD ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ગુલ્ઝારઅલી ખલીફા (રહે. અકોટા/મૂળ ઉત્તરપ્રદેશ) પાસેથી ₹2.02 લાખનું 67.400 ગ્રામ મેફેડ્રોન અને ₹2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સપ્લાયર રાજસ્થાનનો અલીમોહંમદ પઠાણ ફરાર જાહેર થયો છે. આરોપી કારેલીબાગમાં હેર સલૂનમાં કામ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૃા.૨.૦૨લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે એક પકડાયો , સપ્લાયર ફરાર

'ઓપરેશન મિશન ક્લીન' અંતર્ગત  રાવપુરા પોલીસની ટીમે રૃા.૨.૦૨ લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડી સપ્લાયરને ફરાર જાહેર કર્યો છે.

સયાજી હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે એક ઈસમ ડ્રગ્સ સાથે ગ્રાહકની શોધમાં હોવાની બાતમી પોલીસની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગુલ્ઝારઅલી મોહંમદસાહીદ ખલીફા ( રહે.અરમાન કોમ્પલેક્સ,અકોટા/ મૂળ રહે- ઉત્તરપ્રદેશ)ને રૃા.૨,૦૨,૨૨૦ની કિંમતના ૬૭.૪૦૦ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના  જથ્થા સાથે ઝડપી પાડી  રોકડા રૃપિયા, મોબાઈલ ફોન સહિત કુલ રૃા.૨,૩૦,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી, સપ્લાયર રાજસ્થાનના અલીમોહંમદ પઠાણને ફરાર જાહેર કર્યો છે. આરોપી કારેલીબાગ વિસ્તારમાં હેર સલૂનમાં કામ કરે છે.