GUJCTOCના ગુનામાં વોન્ટેડ નામચીન હેરી અને તેનો સાગરીત હોટલમાંથી પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજસીટોકના ગુનામાં ફરાર હેરી અને તેના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે હરણીરોડની એક હોટલમાંથી ઝડપી પાડયા છે.
વારસિયા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં દારૃના નેટવર્કને તોડી પાડવા માટે નામચીન ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જે ગુનામાં વોન્ટેડ નામચીન હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી(એસ કે કોલોની,વારસિયા હાલ રહે.દ્વારકેશ સિટિ,સોમા તળાવ પાસે) અને તેનો સાગરીત વરૃણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી(શાંતિ પ્રકાશ સોસાયટી,કુબેરનગર, અમદાવાદ) હરણી રોડની ગોલ્ડન વ્યૂ હોટલમાં રોકાયા હોવાની વિગતો મળતાં પોલીસે બંનેને ઝડપી પાડયા હતા.
પોલીસના કહ્યા પ્રમાણે,હેરી સામે દારૃ, આગ લગાડવા,આરોપીને ભગાડવામાં મદદ ગારી અને મારામારી જેવા ૧૬ ગુના નોંધાયેલા છે.જ્યારે,વરૃણ સામે ત્રણ ગુના નોંધાયેલાછે.




