કોંગ્રેસ સરકારમાં ફ્રેઇટ કોરિડોરનું એક કિલોમીટર પણ કામ થયું નહોતું : અશ્વિની વૈષ્ણવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Visit Vadodara : વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારના સમયમાં ફ્રેઇટ કોરિડોરનું એક કિલોમીટરનું પણ કામ થયું નહોતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે અને અનેક રેલવે સેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે જે રેલવે માળખાકીય સુવિધાઓનું કામ પૂર્ણ થયું છે, તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યું છે. આ દેશ માટે ખૂબ મોટો સીમાચિહ્નરૂપ પ્રસંગ છે. તેમણે વંદે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરનારી આ પ્રથમ પેઢી છે અને આગામી સમયમાં રેલવે ક્ષેત્રમાં હજુ મોટા પરિવર્તનો જોવા મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં અનેક નવા રેલવે ટ્રેકનું નિર્માણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેનની રાહ પણ હવે વહેલી પૂર્ણ થશે. બુલેટ ટ્રેનનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેના ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવશે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુસાફરો માત્ર દોઢ કલાકમાં વડોદરાથી મુંબઈ પહોંચી શકશે.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનું ધ્યાન માત્ર આજની જરૂરિયાતો પર નહીં પરંતુ દેશ અને નાગરિકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રેલવેનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરવા પર છે.




