Baroda

ભગવાન જગન્નાથજીની યાત્રાને અનુલક્ષીને નો પાર્કિંગ

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
આગામી 16મી જૂને શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. એમ.એસ.યુનિવર્સિટીથી કેવડાબાગ સુધીના રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરાયું છે. પોલીસ કમિશનરે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રા બપોરે 1 વાગ્યે કાલાઘોડા, કોઠી, ગાંધીનગર ગૃહ, દાંડિયાબજાર, ન્યાયમંદિર થઈને પસાર થશે. આ નિયમો રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભગવાન જગન્નાથજીની યાત્રાને અનુલક્ષીને નો પાર્કિંગ

આગામી ૧૬ મી તારીખે શહેરમાં નીકળનારી રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આગામી ગુરૃવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે એક વાગ્યે એમ.એસ.યુનિવર્સિટીરોડ, કાલાઘોડા સર્કલ, આરાધના સિનેમા, કોઠી ચાર રસ્તા, ગાંધીનગર ગૃહ,લાલકોર્ટ, દાંડિયાબજાર ચાર રસ્તા, માર્કેટ ચાર રસ્તા, ન્યાયમંદિર, પથ્થરગેટ રોડ થઇ કેવડાબાગ જશે.આ સમગ્ર રૃટ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આ રૃટ પરના માર્ગો તરફ આવતા તમામ રોડ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો અમલ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે.