Baroda

આજવા સરોવરમાં નવા નીર આવતા તંત્રને મોટી રાહત

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નવા નીરની આવક શરૂ થઈ છે. સરોવરની જળસપાટી 208.77 ફૂટથી વધીને 209.30 ફૂટે પહોંચી, જેથી અડધો ફૂટનો વધારો નોંધાયો. 2018 બાદ પ્રથમ વખત 205 ફૂટ સુધી સપાટી ઘટતાં કોર્પોરેશનની ચિંતા વધી હતી, અને નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડ્યું હતું. હવે આગામી એક મહિના ચાલે તેટલો જથ્થો મળતાં રાહત થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજવા સરોવરમાં નવા નીર આવતા તંત્રને મોટી રાહત

શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે નવા નીરની આવક શરૃ થતાં મ્યુનિ.કોર્પોરેશનની શહેર માટેના પાણી પુરવઠાને લગતી ચિંતા ટળી  છે.

અગાઉ, વરસાદ ખેંચાતા સરોવરની જળસપાટી સતત ઘટી રહી હતી અને આ વર્ષે ૨૦૧૮ બાદ પ્રથમ વખત સપાટી ૨૦૫ ફૂટ સુધી નીચે પહોંચી જતાં શહેરના પાણી પુરવઠાને અસર પહોંચી હતી અને મ્યુનિ.કોર્પોરેશનને નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાની ફરજ પડી હતી.

જોકે આજે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા આજવા સરોવરમાં નવા નીરની આવક થઈ છે. આજે શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે જળસપાટી ૨૦૮.૭૭ ફૂટ હતી, જે વધીને સાંજે ૭ વાગ્યા સુધીમાં ૨૦૯.૩૦ ફૂટે પહોંચી છે. સરોવરની સપાટીમાં અડધો ફૂટનો વધારો થતાં આગામી એક મહિનો ચાલે તેટલા જથ્થામાં પાણીની આવક થવા પામી છે.મોડી રાત સુધી વરસાદ ચાલુ રહે તો સપાટીમાં હજી પણ વધારો થશે.