Baroda

ફાયરિંગની ઘટનામાં નવો ઘટસ્ફોટ કાપડનો વેપારી વિક્રમની પત્નીના નામનાં બીભત્સ મેસેજો કરતો હતો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે કાપડ વેપારી આશિષ બાકોલીયા પર થયેલા ફાયરિંગ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. છત્તીસગઢના વિક્રમસિંહે પત્નીની બદનામી કરતા મેસેજથી ઉશ્કેરાઈને ફિજીથી આવી, શાર્પશૂટર ગુરજીત ઉર્ફે ગુરમીત ભટ્વી પાસે ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. વેપારીના ખભામાં ગોળી વાગી હતી. બદલો લેવા આ ગુનો આચર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાયરિંગની ઘટનામાં નવો ઘટસ્ફોટ કાપડનો વેપારી વિક્રમની પત્નીના નામનાં બીભત્સ મેસેજો કરતો હતો


વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે કાપડના વેપારી પર થયેલા ફાયરિંગમાં નવો ઘટસ્ફોટ થયો છે. કાપડનો વેપારી છત્તીસગઢના આરોપી વિક્રમસિંહની પત્નીની બદનામી થાય તેવા બીભત્સ મેસેજો કરતો હતો જેની રીસ રાખી બદલો લેવા માટે વિક્રમસિંહ ફિજીથી ભારત આવ્યો હતો અને તેને ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તા.૨૬ જૂનના રોજ વડોદરાના વાઘોડિયારોડ ખાતે રહેતા કાપડના વેપારી આશિષ બાકોલીયા દુકાન બંધ કરીને રાત્રે પોતાની કારમાં ઘેર જતા હતા ત્યારે વાઘોડિયા ચોકડી પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા વેપારીના ખભામાં ગોળી વાગી હતી. આ બનાવની ફરિયાદ વરણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છત્તીસગઢથી વિક્રમસિંહ ગોપીચન્દ્ર સિંઘ તેમજ ફાયરિંગ કરનાર ગુરજીત ઉર્ફે ગુરમીત ગુરુદયાલસિંહ ભટ્વીની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા છે.
છત્તીસગઢના ઝડપાયેલા આરોપી વિક્રમસિંહે વેપારી પર ફાયરિંગ કરવાનું કારણ પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસ પણ ચોકી ગઈ છે તેણે પોલીસને જણાવ્યું હતું કે હું અને આશિષ બંને ફિજીની કંપનીમાં સાથે નોકરી કરતા હતા તે વખતે આશિષ મારી પત્નીની બદનામી થાય તેવા વોટ્સએપ મેસેજ કરતો હતો. આ અંગે મેં તેને ઘણી વખત ચેતવ્યો પણ હતો. બાદમાં આશિષ ભારત પરત આવી ગયો હતો. પરંતુ મારી પત્નીની બદનામી થાય તેવા બીભત્સ મેસેજ તે કરતો રહેતો હતો.
મારી પત્નીની આવી બદનામી હું સહન કરી શકતો ન હતો જેથી હું પણ ફિજીથી ભારત આવ્યો હતો અને મારા ગામના જ શાર્પશૂટર તૈયાર કરી બદલો લેવાનું નક્કી કર્યું હતું. હું ફાયરિંગ કર્યા બાદ પરત ફિજી જતો રહેવાનો હતો. વિક્રમસિંહે આશિષ દ્વારા કરાયેલા મેસેજોના સ્ક્રિનશોટ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. પોલીસે આ દિશામાં પણ તપાસ શરૃ કરી છે. મહત્વની વાત એ છે કે અગાઉ એવી વિગતો બહાર આવી હતી કે ફિજીની કંપનીના માલિકે સોપારી આપી વિક્રમસિંહને ભારત મોકલી આશિષની હત્યાનો પ્લાન બનાવ્યો છે.

ફાયરિંગના કેસમાં બંને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

વડોદરાના છેવાડે ફાયરિંગ કરી કાપડના વેપારીની હત્યાનો પ્રયાસ કરનાર છત્તીગસઢના બે આરોપીઓ વિક્રમ પ્રતાપ ગોપીચન્દ્ર સિંઘ અને શાર્પશુટર ગુરજીત ઉર્ફે ગુરમીત ગુરુદયાલસિંહ ભટ્વીની ધરપકડ બાદ વરણામા પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. બંને આરોપીઓના રિમાન્ડ કાલે પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગણી સાથે ફરીથી કોર્ટમાં રજૂ કરાશે તેમ જાણવા મળ્યું છે.