Baroda

પત્ની પર અત્યાચારનો નવો કીમિયોઃકરિયાવરની ચીજો વાપરવા પર કડક પ્રતિબંધ,જૂના સાધનો જ વાપરવા પતિની જીદ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના મકરપુરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કરિયાવરમાં મળેલા ફ્રિજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા દેવાને બદલે પતિએ તેને રૂમમાં બંધ કરી દીધી હતી. પત્નીને જૂની પદ્ધતિઓથી ઘર ચલાવવા મજબૂર કરાઈ હતી. આખરે અભયમની મદદથી પતિનું કાઉન્સેલિંગ કરાતા તે સમજ્યો અને પત્નીને પરેશાન નહીં કરવાની લેખિત બાંયધરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની પર અત્યાચારનો નવો કીમિયોઃકરિયાવરની ચીજો વાપરવા પર કડક પ્રતિબંધ,જૂના સાધનો જ વાપરવા પતિની જીદ

સામાન્ય રીતે દહેજમાં ચીજ વસ્તુઓ નહિ લાવનાર પરિણીતા પર ત્રાસ ગુજારવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.પરંતુ શહેરના મકરપુરા વિસ્તારમાં પરિણીતા પર ત્રાસ ગુજારવાનો જુદા જ પ્રકારનો કિસ્સો બહાર આવ્યો છે.
મકરપુરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક સાથે છ વર્ષ પહેલાં જ્ઞાાતિના રિવાજ મુજબ લગ્ન કરનાર પરિણીતાને પિયરમાંથી કરિયાવર પેટે ફ્રીજ,વોશિંગ મશીન,કિચનના સાધનો, પલેગ સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
શરૃઆતમાં બંનેનું દામ્પત્યજીવન સુખમય રહ્યું હતું.પરંતુ સાસુ-વહૂને નજીવી બાબતે ઝઘડા થતા હોવાથી થોડા સમય પહેલાં સાસુ મોટા દીકરાને ત્યાં ચાલ્યાં ગયાં હતાં.જ્યારે પતિ પણ ત્રાસ ગુજારતો હોવાથી નારાજ પત્ની પણ પિયર ચાલી ગઇ હતી.છ દિવસ પછી તે માતા-પિતાની સાથે પરત ફરી હતી,પરંતુ ત્યારપછી પણ પતિનો ત્રાસ ચાલુ રહ્યો હતો.
ઘરમાં ચીજવસ્તુઓ નહિ હોવાથી પરિણીતા કરિયાવરની ચીજોનો ઉપયોગ કરવા માટે આગ્રહ રાખતી હતી,પરંતુ પતિએ કરિયાવરની ચીજો એક રૃમમાં મૂકાવી દીધી હતી અને તેનો ઉપયોગ કરવા પર કડક પણે પ્રતિબંધ લગાવી દીધો હતો.પતિ કહેતો હતો કે આદુ-લસણ વાટવું હોય તો વાટકીથી વાટ, મશીનની જરૃર નથી.જૂની વસ્તુઓથી જ ઘર ચલાવ.પતિએ ફ્રિજ પણ તેના ભાઇને ત્યાં મૂકાવી દીધું હતું.
આખરે પતિના વર્તાવથી ત્રાસી ગયેલી પરિણીતાએ અભયમની મદદ લેતાં પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું,જેમાં કરિયાવરની ચીજો જરૃરિયાતના સમય માટે આપવામાં આવી હોવાથી તેનો ઉપયોગ કરવા સમજાવતાં પતિ માની ગયો હતો અને પત્નીને હેરાન નહિ કરે તેવી લેખિત બાંયધરી આપતાં પત્નીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.