ભત્રીજાનો ફોઈ પર તલવાર વડે હુમલો, ચાર જણા સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માતા-પિતાની સારસંભાળ રાખવા ભાઈને સમજાવવા ગયેલી બહેન પર ભત્રીજાએ તલવાર વડે હુમલો કરવાના મામલે ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.
અમદાવાદના રહેવાસી પ્રતિમાબેન મસ્કેએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે મારા માતા-પિતા મારા ભાઈ મહેશ કાશીરામ મોરે ( રહે.વૈષ્ણવ પાર્ક સોસાયટી,સોમાતળાવ) સાથે રહે છે. ગઈ તા.૨૧ ઓગસ્ટે મારી માતાએ મને જણાવ્યું હતું કે 'તારો ભાઈ મહેશ મને તથા તારા પિતાજીને હેરાન કરે છે અને જમવાનું પણ આપતા ના હોઈ ટિફિન મંગાવી જમીએ છીએ', જેથી હું ૨૩ ઓગસ્ટે મારા ભાઈને સમજાવવા માટે ગઈ હતી.
તે વખતે મારાં ભાભી સીમાબેને' તું મારાં ઘરે કેમ આવી' તેમ કહી ઝઘડો કરી મને લાફો માર્યો હતો. મારા ભત્રીજા પ્રતીકે તેના પિતા મહેશભાઈને'તમે આને પકડી રાખો હું તલવાર લઈને આવું છું' તેમ કહેતા મહેશે મને પકડી રાખી હતી અને ભત્રીજી હર્ષાલીએ મારા વાળ ખેંચ્યા હતા.
વધુમાં ઉમેર્યું કે પ્રતીક તલવાર લઈને આવતા હું મારો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી ગઈ હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે મહેશ,સીમા, પ્રતીક અને હર્ષાલી સામે ગુનો નોંધ્યો છે. આ મામલે અગાઉ પોલીસે સીમાબેનની ફરિયાદના આધારે નણંદો પ્રતિમા, સીમા, રત્નપ્રભા અને પુત્રી સહિત ચાર જણ સામે ગુનો નોંધ્યો હતો.




