પ્રેમીના ત્રાસથી પ્રેમિકાએ જીવન ટૂંકાવી દીધું તમે મને કેટલો પ્યાર કરો છો, તે જોઇ લીધું, હું મરી જઇશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેમીના અવારનવારના ત્રાસથી કંટાળીને પ્રેમિકાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. એફ.એસ.એલ.માં ઓડિયો ક્લિપ મળી આવતા જવાહરનગર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બાજવા ગામ નેહરૃનગરમાં રહેતા સુમલીબેન મડુભાઇ ભૂરિયા મૂળ દાહોદના વતની છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૮ મી તારીખે મારા દીકરાએ મને કોલ કરીને કહ્યું હતું કે, મારી દીકરી પુજાએ ગળા ફંાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મારી દીકરીના મૃતદેહનું પી.એમ. કર્યા પછી દાહોદ વતન ખાતે લઇ જઇ અંતિમ વિધિ કરી હતી. મારી દીકરીને ઘરની પાછળ રહેતા આકાશ સોમલાલ સપકાળે સાથે પ્રેમ સંબંધ હતો. મારી દીકરીને તેણે એક મોબાઇલ ફોન પણ આપ્યો હતો. મારી દીકરીને તે અવારનવાર ધમકી આપી હેરાન કરતો હતો.
ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, મારી દીકરીએ તેની પાસેના મોબાઇલ ફોનથી પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરી જણાવ્યું હતું કે, બાજવા નેહરૃનગર ખાતે એક છોકરો મને હેરાન કરે છે. મારી દીકરીના આપઘાત પછી મારી દીકરી અને આકાશના મોબાઇલ ફોન કબજે લઇ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપ્યા હતા. એક પેન ડ્રાઇવમાં મળેલા ડેટા ચેક કરતા એક ઓડિયો ક્લિપ મળી આવી હતી. જેમાં મારી દીકરી રડતા રડતા બોલે છે કે,આકાશ બસ મેં તમને જોઇ લીધું હવે તમે મને કેટલો પ્યાર કરો છો, હવે કાલે જોજો હું શું કરૃં છું અને શું નહીં. કસમથી કહું છું, ભગવાનની કસમ.કાલે મેં મરી જઇશ જ. આ વાત સાચી છ, તમને એની જોડે કરવું હોય તો કરો જાવ હવે.મેં સાચે જ મરી જઇશ. નહીં તો મારૃં ના પૂજા નહીં. હવે મારાથી નઇ સહન થતું.




