Baroda

સિંઘરોટ નજીક સ્પીડ બ્રેકર નહીં દેખાતા પુત્રની બાઇક પરથી નીચે પડી ગયેલી માતાને ગંભીર ઇજા થતા મોત

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
સિંઘરોટ નજીક સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી બાઇક પર પુત્ર સાથે જઈ રહેલા 45 વર્ષીય કૈલાસબેન મકવાણા ઉછળીને પડ્યા હતા. તેમને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના 25મી તારીખે બની હતી. તાલુકા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. આવા સ્પીડ બ્રેકર્સ અકસ્માત નોતરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંઘરોટ નજીક સ્પીડ બ્રેકર નહીં દેખાતા  પુત્રની બાઇક પરથી  નીચે પડી ગયેલી માતાને ગંભીર ઇજા થતા મોત

શહેર નજીકના સિંઘરોટ નજીક સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા નહીં લગાવવામાં આવતા બાઇક પર પુત્ર સાથે જતી માતા ઉછળીને પડતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છ ે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંઘરોટ શ્રમ મંદિર નજીક રહેતા કૈલાસબેન રાવજીભાઇ મકવાણા તેમના પુત્ર સાથે ગત ૨૫ મી તારીખે હાલોલ તાલુકાના એક ગામમાં બેસણામાં ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવતા સમયે ગામ નજીક બનાવેલું સ્પીડ બ્રેકર નહીં દેખાતા બાઇક પર બેઠેલા કૈલાસબેન ઉછળીને નીચે પટકાતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા નહીં લગાવવામાં આવતા સાંજે અને રાત્રે વાહન ચાલકો અટવાઇ જાય છે. શહેરમાં પણ ઘણા સ્થળે આ રીતે સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થાય છે.