Baroda

૮ મહિનાની બાળકીને પાડોશીને સોંપીને માતાનો આપઘાત

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
ઉડેરા રિલાયન્સ ટાઉનશીપમાં સીમાબેન નામના મહિલાએ 8 મહિનાની બાળકીને પાડોશીને સોંપી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પતિ મોબાઈલ રિપેર કરાવવા શહેર ગયા હતા ત્યારે આ ઘટના બની. પાડોશીએ બાળકી રડતાં સીમાબેનના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો, પરંતુ ન ખોલતાં સિક્યુરિટી ગાર્ડની મદદથી દરવાજો તોડતાં સીમાબેન ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા. જવાહરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૮ મહિનાની બાળકીને પાડોશીને સોંપીને માતાનો આપઘાત

૮ મહિનાની બાળકીને પાડોશીેને સોંપીને માતાએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે જવાહર નગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઉડેરા રિલાયન્સ ટાઉનશીપમારહેતા એન્જિનિયર સુધીરકુમાર અનેકસિંગ આજે મોબાઇલ રિપેર કરાવવા માટે સિટિમાં ગયા હતા. તેમના પત્ની સીમાબેન ઘરે એકલા હતા. ઘરનું કામ પતાવી દઉં, ત્યાં સુધી મારી બાળકીને સાચવજો,તેવું કહીને તેઓ ૮ મહિનાની બાળકીને પાડોશીને સોંપીને પોતાના ઘરે ગયા હતા. થોડા સમય પછી બાળકી ખૂબ જ રડતી હોઇ પાડોશી સીમાબેનને ઘરે ગયા હતા. પરંતુ, તેમણે દરવાજો નહીં ખોલતા સિક્યુરિટી ગાર્ડને બોલાવી દરવાજો તોડીને અંદર પ્રવેશતા સીમાબેન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.