Baroda

સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવા રૂ. 61.39 લાખથી વધુનો ખર્ચ

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશને આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બની રહેલા ફ્લાયઓવર બ્રિજ માટે નડતરરૂપ ડ્રેનેજ લાઇન ખસેડવા રૂ. 61,39,875 નો ખર્ચ કર્યો છે. આ કામ માનસી કોર્પોરેશન દ્વારા GPMC એક્ટની કલમ 67(3)(C) હેઠળ કરાયું હતું. અંદાજિત ખર્ચ કરતાં 17% વધુ ચૂકવાયા, જેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવા રૂ. 61.39 લાખથી વધુનો ખર્ચ

Vadodara Corporation : વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે બની રહેલા નવા ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં નડતરરૂપ ડ્રેનેજ લાઈન ખસેડવા માટે મહાનગરપાલિકાએ રૂ.61,39,875નો ખર્ચ કર્યો છે. જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. આ કામગીરી જીપીએમસી એક્ટની કલમ 67(3)(સી) હેઠળ માનસી કોર્પોરેશન પાસેથી કરાવવામાં આવી હતી. થયેલા ખર્ચને જાણવા લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે ડ્રેનેજ લાઈનનું મશીન હોલ આવેલું હતું. ફ્લાયઓવર બ્રિજના પિયર પાઈલની કામગીરીમાં આ મશીન હોલ નડતરરૂપ હોવાથી તેને ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે માનસી કોર્પોરેશનને તા.20 જાન્યુઆરી, 2026થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
ડ્રેનેજ લાઈન ખસેડવાની કામગીરી મેન્યુઅલ પુશિંગ પદ્ધતિથી કરવામાં આવી હતી. આ કામગીરીનો અંદાજિત ખર્ચ રૂ.52,47,756 હતો, જ્યારે કોન્ટ્રાક્ટરે અંદાજ કરતાં 17 ટકા વધુ એટલે કે રૂ.61,39,875માં કામગીરી કરવા સંમતિ દર્શાવી હતી. આમ, અંદાજિત રકમ કરતાં રૂ.8,92,119 વધુ ખર્ચ થયો છે.