Baroda

PM AVAS apk ફ્રોડમાંથી બચી ગયેલા 2500 થી વધુ ગ્રુપ મેમ્બર્સ હવે લોકોને લોકોને બચાવશે,GMને બદલે Cyberના મેસેજો મોકલશે

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઓનલાઈન ઠગાઈથી બચી ગયેલા વડસર અને માંજલપુરના ગ્રુપે હવે શહેરના નાગરિકોને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. મહેન્દ્રભાઈ પટેલને PM આવાસની શંકાસ્પદ APK ફાઇલ મળતા, તેમણે તરત જ બેલેન્સ ટ્રાન્સફર કરી લીધું. 2500થી વધુ ગ્રુપ સભ્યોને ફાઇલ ડાઉનલોડ ન કરવા એલર્ટ કરાયા. માત્ર 2-3 જણાએ ₹10 હજાર ગુમાવ્યા. હવે રોજ 500થી વધુ મેસેજ દ્વારા સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો જણાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM AVAS apk ફ્રોડમાંથી બચી ગયેલા 2500 થી વધુ ગ્રુપ મેમ્બર્સ હવે લોકોને લોકોને બચાવશે,GMને બદલે Cyberના મેસેજો મોકલશે

ઓનલાઇન ઠગોથી બચી ગયેલા વડસર અને માંજલપુર વિસ્તારના ગુ્રપ દ્વારા હવે વડોદરાના નગરજનોને બચાવવા માટે સક્રિય બનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડસરના મહેન્દ્ર ભાઇ પટેલને પીએમ આવાસની apk ફાઇલ મળતાં તેમણે તરત જ બેન્કનું બેલેન્સ ટ્રાન્સફર કરી લીધું હતું.તેમના ગુ્રપના ૨૫૦૦થી વધુ લોકોને આ ફાઇલ ટ્રાન્સફર થઇ હોવાથી તરત જ તમામ ગુ્રપ મેમ્બર્સને ફાઇલ ડાઉનલોડ નહિ કરવા સતર્ક કરવામાં આવ્યા હતા.પરિણામે માત્ર બે કે ત્રણ જણાએ જ રૃ.૧૦ હજાર જેટલી રકમ ગુમાવી હતી અને બાકીના લોકો બચી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ ગુ્રપ મેમ્બર ભૂપેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે અમે રોજ ગુડમોર્નિંગ જેવા મેસેજો મોકલવાને બદલે કઇ રીતે સાયબર ફ્રોડ થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેવા રોજ ૫૦૦થી વધુ મેસેજ મોકલવાનું નક્કી કર્યું છે.