રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ રિક્ષાઓ ડિટેન કરાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના રેલવે સ્ટેશન નજીક આજે સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. તે દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે ૧૦૦ થી વધુ રિક્ષાઓ ડિટેન કરી આર.ટી.ઓ.ના મેમો આપવામાં આવ્યા છે.
રેલવે સ્ટેશન નજીક આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકને અડચણ કરતા રિક્ષા ચાલકોને પોલીસ ્દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી હતી. પરંતુ, તેનો અમલ કરવામાં આવતો નહતો. આજે ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરિયાન જોખમી ડ્રાઇવિંગ, લાયસન્સ, ઇન્સ્યોરન્સ, પી.યુ.સી. નહીં રાખવા, નો પાર્કિંગમાં રિક્ષા ઊભી રાખવા જેવા નિયમોના ભંગ બદલ ૧૦૦ થી વધુ રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે. જેના પગલે રિક્ષા ચાલકોમાં નારાજગી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક રિક્ષા ચાલક આગેવાનના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિકની સમસ્યાની પાછળનું એક મુખ્ય કારણ શહેરમાં જરૃરિયાદ કરતા વધુ સંખ્યામાં રિક્ષા છે. જે અંગે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.




