Baroda

મોબાઈલ ફોન હેક કરી ક્રેડિટ કાર્ડમાંથી એક લાખ ઉપાડી લીધા

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
કપુરાઈ ચોકડી પાસે રહેતા પ્રફુલચંદ્ર પટેલના 59 વર્ષીય મોબાઈલ ફોન હેક કરીને ₹1 લાખની છેતરપિંડી થઈ છે. 18 ઓગસ્ટે ફોન પર 'સિસ્ટમ અપડેટ' આવ્યું અને પછી ક્રેડિટ કાર્ડમાંથી પૈસા કપાયા. કપુરાઈ પોલીસે અજાણ્યા ભેજાબાજો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઈલ ફોન હેક કરી ક્રેડિટ કાર્ડમાંથી એક લાખ ઉપાડી લીધા

મોબાઈલ ફોન હેક કરી ક્રેડિટ કાર્ડમાંથી કરાયેલી રૃપિયા એક લાખની છેતરપિંડી મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રેની કપુરાઈ ચોકડી પાસે રહેતા અને ફાર્મસીની દુકાનમાં કામ કરતા ૫૯ વર્ષના પ્રફુલચંદ્ર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું કે ગઈ તા.૧૮ ઓગસ્ટે મારા મોબાઈલફોનની સ્ક્રીન અચાનક બંધ થઈ ગઈ હતી અને થોડીવાર પછી 'સિસ્ટમ અપડેટ' લખાણ સ્ક્રીન પર આવ્યું હતું.

મોબાઈલફોન સ્વીચઓફ થઈ રહ્યો નહોતો અને ત્રણ કલાક બાદ મોબાઈલ ફોન કાર્યરત થયો હતો. આ દરમિયાન મારા બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૃપિયા એક લાખ ડેબિટ થયા હોવાની જાણ થઈ હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજો સામે ગુનો નોંધ્યો છે.