Baroda
આવતીકાલથી ત્રણ દિવસ સરકારી કચેરીઓમાં મીની વેકેશન
By GS TEAM
25 Jun 20261 min read
વડોદરામાં મોહરમના તાજીયા ઠંડા કરાશે, જેથી શુક્રવારે જાહેર રજા છે. ત્યારબાદ ચોથો શનિવાર અને રવિવાર આવતા સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં 3 દિવસની મીની રજાનો માહોલ છે. કર્મચારીઓ મિની વેકેશનનો આનંદ માણશે. બેંકો અને અન્ય સંસ્થાઓમાં પણ રજા હોઈ, નાગરિકોને પોતાના કામ અગાઉથી પતાવવા સૂચવાયું છે. હવે સોમવારથી નિયમિત કામકાજ શરૂ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : આવતીકાલે શુક્રવારે મોહરમ નિમિત્તે તાજીયા ઠંડા કરવામાં આવશે. મોહરમની જાહેર રજા બાદ ચોથો શનિવાર અને ત્યારબાદ રવિવાર આવતાં સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં સતત ત્રણ દિવસની રજાનો સંયોગ સર્જાયો છે.
શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ દિવસ કચેરીઓ બંધ રહેતાં કર્મચારીઓમાં મીની વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે.
સતત ત્રણ દિવસની રજાના કારણે સરકારી કચેરીઓમાં કામકાજ સોમવારથી નિયમિત રીતે શરૂ થશે. બીજી તરફ બેંકો અને અન્ય સંસ્થાઓમાં પણ રજાના સમયપત્રકને ધ્યાનમાં રાખી નાગરિકોને જરૂરી કામો અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપી છે.