Baroda

કોમર્સ ફેકલ્ટીમાં 17 સપ્ટેમ્બરથી મિડ સેમ અને 27 નવેમ્બરથી એન્ડ સેમ પરીક્ષા

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ 15000 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. 17 સપ્ટેમ્બરથી મિડ સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાના માળખામાં ફેરફાર કરતા, હવે માત્ર ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો જ પૂછાશે. FY ના 15 માર્ક્સ, SY/TY ના 30 માર્ક્સ અને M.Com ફાઇનલના 40 માર્ક્સના પેપર રહેશે. બીજી મિડ સેમેસ્ટર 22 ઓક્ટોબરથી, જ્યારે એન્ડ સેમેસ્ટર 27 નવેમ્બરથી શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોમર્સ ફેકલ્ટીમાં 17 સપ્ટેમ્બરથી મિડ સેમ અને 27 નવેમ્બરથી એન્ડ સેમ પરીક્ષા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ ફેકલ્ટીના ૧૫૦૦૦ વિદ્યાર્થીઓ માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દીધું છે.જે પ્રમાણે તા.૧૭ સપ્ટેમ્બરથી ફેકલ્ટીની મિડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થશે.જેમાં એફવાય, એસવાય અને ટીવાયની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.
ફેકલ્ટીએ પરીક્ષાના માળખામાં પણ ધરખમ ફેરફારો કર્યા છે.જે પ્રમાણે એફવાયના વિદ્યાર્થીઓના પેપરના ૧૫ માર્કસ હશે.જ્યારે એસવાય, ટીવાય અને ઓનર્સના ફોર્થ યરના વિદ્યાર્થીઓનું પેપર ૩૦ માર્કસનું રહેશે.એમકોમ ફાઈનલનું પેપર ૪૦ માર્કસ અને એમકોમ પ્રિવિયસ એટલે કે પહેલા વર્ષનું પેપર ૨૫ માર્કસનું હશે. નવા કોર્સ બીકોમ બિઝનેસ ઓપરેશનનું પેપર ૨૫ માર્કસનું રહેશે.એફવાયથી લઈને એમકોમ સુધી તમામ પેપરોમાંથી ઓબજેક્ટિવ પ્રશ્નોની બાદબાકી કરી દેવાઈ છે. માત્ર ડિસ્ક્રિપ્ટિવ સવાલો જ પૂછવામાં આવશે.
બીજી મિડ સેમેસ્ટર પરીક્ષાનો તા.૨૨ ઓકટોબરથી પ્રારંભ થશે.જેમાં એફવાયનું પેપર ૧૦ માર્કસનું અને એસવાય, ટીવાય, ઓનર્સના ફોર્થ યર તથા બીકોમ બિઝનેસ ઓપરેશનના દરેક પેપરમાં ૨૦ માર્કસના સવાલો પૂછાશે.આ તમામ પેપરમાં ટુંકા પ્રશ્નનોના જવાબ વિદ્યાર્થીઓએ પેપરની અંદરની ખાલી જગ્યામાં જ લખવાના રહેશે.
બીકોમના વિદ્યાર્થીઓની એન્ડ સેમેસ્ટર પરીક્ષાનો ૨૭ નવેમ્બરથી પ્રારંભ થશે.

એટીકેટીની પરીક્ષા
એફવાયબીકોમ,એમકોમ ફાઈનલઃ ૨૯ સપ્ટેમ્બરથી ૬ ઓકટોબર
એસવાયબીકોમ અને એમકોમ પ્રિવિયસઃ ૭ ઓટોબરથી ૧૫ ઓકટોબર
ટીવાયબીકોમઃ ૧૬ ઓકટોબરથી ૨૬ ઓકોટોબર

મિડ સેમ પરીક્ષાની તારીખો
પહેલી મિડ સેમ પરીક્ષા
એફવાય, એસવાય અને ટીવાયઃ ૧૭ થી ૨૪ સપ્ટેમ્બર
ફોર્થ યર અને એમકોમ પ્રિવિસયઃ ૨૮ થી ઓકટોબરથી ૪ નવેમ્બર
બીકોમ(બિઝનેસ ઓપરેશન)ઃ ૨૮ સપ્ટેમ્બરથી ૬ ઓકટોબર
એમકોમ ફાઈનલઃ ૧૭ થી ૨૩ સપ્ટેમ્બર
બીજી મિડ સેમ પરીક્ષા
એફવાય, એસવાય અને ટીવાય અને ફોર્થ યર, બીકોમ( બિઝનેસ ઓપરેશન)ઃ ૨૨ થી ૨૯ ઓકટોબર

એન્ડ સેમેસ્ટર પરીક્ષા
એફવાય, એમકોમ ફાઈનલઃ ૨૭ નવેમ્બરથી ૩ ડિસેમ્બર
એસવાય, ફોર્થ યર( ઓનર્સ), બીકોમ બિઝનેસ ઓપરેશનઃ ૪ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર
ટીવાય, એમકોમ( પ્રિવિયસ), ૧૪ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર