Baroda

કુંવારા યુવકના પ્રેમમાં પડેલી પરિણીતાનો ગળા ફાંસો ખાઇને આપઘાત

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં બે સંતાનોની માતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઓરિસ્સાના વતની આનંદભાઈની પત્નીને કુંવારા યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકના પરિવારે બંનેને શોધી કાઢ્યા બાદ પરિણીતાને વડોદરા પતિના ઘરે મોકલી આપી હતી. અહીં આવ્યાના 3 દિવસ પછી તેણે આ પગલું ભર્યું. સમા પોલીસે અંતિમ ચિઠ્ઠીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંવારા યુવકના  પ્રેમમાં પડેલી પરિણીતાનો ગળા ફાંસો ખાઇને આપઘાત

કુંવારા યુવકના પ્રેમમાં પડેલી બે સંતાનોની માતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મૃતકની અંતિમ ચિઠ્ઠીના આધારે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડોદરામાં રહેતા આનંદભાઇ મૂળ ઓરિસ્સાના વતની છે. આનંદભાઇને પત્ની સાથે છેલ્લા ત્રણ વર્ષથી અણબનાવ ચાલતો હતો. જેના પગલે પત્ની બે સંતાનોને લઇને વતન ઓરિસ્સા પિયરમાં જતી રહી હતી. ઓરિસ્સામાં જ રહેતા કુંવારા યુવક સાથે પરિણીતાને પ્રેમ થઇ ગયો હતો. જેના કારણે તેઓ બંને ઘર છોડીને જતા રહ્યા હતા. યુવકના પરિવારે દોડધામ કરીને બંનેને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ પરિણીતાને વડોદરા તેમના પતિના ઘરે મોકલી દેવાયા હતા. અહીંયા આવ્યાના ત્રણ દિવસ પછી જ પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
જે અંગે સમા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. એ આર માડમે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. ઉડિયા ભાષામાં લખેલી ચિઠ્ઠી મૃતકના પરિવાર પાસે વંચાવતા તેમાં પ્રેમીનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, હું તને આપેલું વચન પાળી શકી નથી. તારા વગર રહેવાતુ નથી. તેમજ પતિને બાળકોની સાર સંભાળ રાખવા કહ્યું હતું. પોલીસ ચિઠ્ઠીનું ટ્રાન્સલેશન કરવા માટે એક્સપર્ટની મદદ લેશે.