ગાંજાનો સપ્લાયર સંજય ગીરી છાણી જકાતનાકાથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના છેવાડાના વિસ્તારોમાં ગાંજાનો સપ્લાય કરનાર ઉત્તર પ્રદેશનો યુવાન લાંબા સમય બાદ છાણી જકાતનાકા વિસ્તારમાંથી જિલ્લા એસઓજીએ ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઓગસ્ટ માસમાં સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં ઇશ્વર હરીભાઇ ઠાકોર (રહે.સાંકરદા)ને જિલ્લા પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં ગાંજો સંજય સુબેદાર ગીરી (રહે.ભવાની હોટલ, રણોલી, મૂળ કસેરવા, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશ) પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. સંજયનું નામ ખૂલતા જ તે ફરાર થઇ ગયો હતો.
દરમિયાન જિલ્લા પોલીસને મળેલી માહિતીના આધારે સંજયને છાણી જકાતનાકા પાસેથી ઝડપી પાડયો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્ર જતો રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પોતે પણ ગાંજાનો બંધાણી છે તેમજ અગાઉ પણ સાવલી, છાણી, જવાહરનગર, સયાજીગંજમાં કુલ ૭ ગુનામાં ઝડપાયો છે. તેને ખોડિયારનગરથી છૂટક ગાંજાનો જથ્થો લીધો હતો અને બાદમાં તેનું વેચાણ કરી નફો રળતો હતો.




