દતિયામાં કોંગ્રેસ ઉમેદવાર તો બાંકીપુરમાં પ્રશાંત કિશોરની જીત, માંજલપુરમાં ભાજપ ઉમેદવારનો વિજય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Manjalpur Byelection Result: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર/સતીશ પટેલ 30,630ની લીડથી જીત્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ રબારીને 24,851 મત મળ્યા છે. નવાઈની વાત એ છે કે નોટામાં 2247 મત પડ્યા હતા. વિજયના ઉન્માદ વચ્ચે ગુજરાત ભાજપ એ વાત પર પણ મંથન કરવા જેવુ છે કે ચાલુ સરકાર હોવા છતાં 2022માં મળેલી 1 લાખની લીડ આ વખતે 30 હજાર જ રહી ગઈ છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો હતો. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરની 19,324 લીડથી જીત થઈ છે.
પ્રશાંત કિશોરની 19,324 મતથી જીત
જ્યારે ભાજપના નીરજ કુમારને 44,827 મત અને RJDના રેખા કુમારીને 14,273 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરને કુલ 64,151 મત મળ્યાં છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થયો છે.
મધ્ય પ્રદેશમાં પણ પેટા ચૂંટણીમાં ભાજપની હાર
મધ્ય પ્રદેશની ચર્ચિત દતિયા વિધાનસભા સીટની પેટાચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ રહ્યો છે. ચૂંટણી પરિણામે ન માત્ર બુંદેલખંડ, પરંતુ આખા રાજ્યના રાજકીય સમીકરણોને નવો વળાંક આપી દીધો છે. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીની અયોગ્યતાના કારણે ખાલી પડેલી સીટ બચાવવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય હતો, અને પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય કુંવર ઘનશ્યામ સિંહ પર ભરોસો મૂક્યો, જેમણે ભાજપ ઉમેદવાર આશુતોષ તિવારીને હરાવીને સીટ જાળવી રાખી. આ જીતને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે.
દતિયામાં કોને કેટલા મળ્યા વોટ?
ઉમેદવાર: કુંવર ઘનશ્યામ સિંઘ
પાર્ટીઃ કોંગ્રેસ
વોટઃ 66757
ઉમેદવાર: આશુતોષ તિવારી
પાર્ટીઃ ભાજપ
વોટઃ 60741
ઉમેદવાર: દામોદર યાદવ
પાર્ટીઃ આઝાદ સમાજ પાર્ટી
વોટઃ 22527
ભાજપમાં આંતરિક અસંતોષ
ભાજપે પેટાચૂંટણીમાં પૂર્વ ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાની ટિકિટ કાપીને RSS પૃષ્ઠભૂમિના આશુતોષ તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, પાર્ટીએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો, પરંતુ ધરાતલ પર કાર્યકરો અને નરોત્તમ મિશ્રાના સમર્થકોની નારાજગી પૂરી રીતે ખતમ ન થઈ શકી. ભાજપ કેડરની આ અંદરની નારાજગી મતદાનના દિવસે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ.
કોંગ્રેસ માટે સહાનુભૂતિ ફેક્ટર
રાજેન્દ્ર ભારતી અયોગ્ય જાહેર થયા બાદ દતિયા સીટ પર પેટાચૂંટણી થઈ. કોંગ્રેસે આખા પ્રચાર દરમિયાન તેને જનતાના જનાદેશ પર સત્તાનું દબાણ અને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી અને વિપક્ષી નેતા ઉમંગ સિંઘાર સહિતના લોકોએ આક્રમક વલણ અપનાવ્યું. જનતાના એક મોટા વર્ગે કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને ચૂંટણીમાં મોટી જીત અપાવી.




