Baroda

માનવે યુવકને પકડી રાખ્યો અને વિજયે ચાકૂના ઘા ઝીંકી દીધા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં જન્મદિવસે જ યુવક મેહુલની હત્યા થઈ હતી. આરોપીઓ ટુ વ્હીલર પર પીછો કરી વુડાની કંપાઉન્ડ વોલ પાસે મેહુલને આંતરી, એકે પકડી રાખ્યો અને બીજાએ ચાકૂના ઘા ઝીંક્યા હતા. મકરપુરા પોલીસે માનવ અને પદમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવે યુવકને પકડી રાખ્યો અને વિજયે ચાકૂના  ઘા ઝીંકી દીધા

યુવકનું મર્ડર કરનાર આરોપીઓ ટુ વ્હીલર પર તેઓનો પીછો કરતા હતા અને વુડાના કંપાઉન્ડ વોલ પાસે તેઓેને આંતરીને ઊભા રાખી હુમલો કર્યો હતો. એક આરોપીએ મૃતકનેપકડી રાખ્યો હતો જ્યારે બીજાએ ચાકૂના ઘા ઝીંકી દીધા હતા.
જન્મ દિવસે જ જીવ ગુમાવનાર મેહુલના ભાઇ રોહને મકરપુરા પોલીસને જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરેે પોણા બે વાગ્યે હું તથા મારો ભાઇ મેહુલ ઘરે હતા ત્યારે વિજય સોનીએ ફોન કરીને જણાવ્યું હતું કે, અમે તારા ઘર પાસે આવ્યા છે, આપણે ભેગા બેસીને સમાધાનની વાત કરવી છે. મેં બહાર હોવાનું જણાવી ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ હું, મોરો ભાઇ મેહુલ,કાકાનો દીકરો રાહુલ, વિશાલ તથા મિત્રો નિખીલ સોલંકી, મયૂર રાઠોડ બાઇક અને મોપેડ લઇને નાસ્તો કરીને વુડાના મકાન તરફ આવતા હતા.
વરસાદના કારણે તથા રોડ ખરાબ હોવાથી અમે ધીરે ધીરે જતા હતા. અમે વુડાની કંપાઉન્ડ વોલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બાઇક અને મોપેડ પર વિજય સોની, પદમ સોની, માનવ, મિને તથા અન્ય ત્રણથી ચાર લોકો આવ્યા હતા. અમને ઓવરટેક કરીને તેઓએ અમારા વાહનોની આગળ તેઓના વાહનો ઊભા રાખી દીધા હતા. તેઓએ એવી ધમકી આપી હતી કે, અમારે કોઇ સમાધાન કરવું નથી. ત્યારબાદ તેઓએ અમારા પર હુમલો કર્યો હતો. વિજય અને માનવ મારા ભાઇ મેહુલને પકડીને સાઇડમાં લઇ ગયા હતા. તે વખતે માનવે મારા ભાઇને પાછળથી પકડી રાખ્યો હતો. જ્યારે વિજયે ચપ્પુના આડેધડ ઘા મારા ભાઇને મારી દીધા હતા. પદમ અને મિને કાંચાએ પથ્થરમારો કર્યો હતો. અમે બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા. મકરપુરા પોલીસે આ ગુનામાં માનવ અને પદમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.