Baroda

અમેરિકા ફરાર થઇ ગયેલા અમદાવાદના બિલ્ડર ભાવેશ અમીન સામે લુક આઉટ નોટિસ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીન વિવાદમાં અમદાવાદનો બિલ્ડર ભાવેશ અમીન હજુ ફરાર છે. ડીસીબી પોલીસે આ કેસમાં અમિત શાહ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. સંજય પટેલે બોગસ લીઝ ડીડથી 10 કરોડની જમીન ભાડે આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ભાવેશ અમીન સામે અગાઉ પણ વડોદરામાં જમીન વિવાદના કેસ થયા હતા. હાલ તે અમેરિકામાં હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા ફરાર થઇ ગયેલા  અમદાવાદના બિલ્ડર ભાવેશ અમીન સામે લુક આઉટ નોટિસ

ટેન્સાઇલ સ્ટીલ કંપનીવાળી જગ્યાના વિવાદમાં સંડોવાયેલો અમદાવાદનો બિલ્ડર ભાવેશ અમીન હજી ફરાર છે. ભાવેશ અમીન સામે અગાઉ પણ વડોદરામાં જમીન વિવાદમાં કાનૂની કાર્યવાહી થઇ છે. એક કેસમાં ફરિયાદ રદ્દ થઇ ગઇ હતી. જ્યારે અન્ય કેસમાં સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં પકડાયેલા અને રિમાન્ડ પરના વડોદરાના બિલ્ડર અમિત શાહની ડીસીબી દ્વારા પૂછપરછ ચાલુ છે.
માંજલપુર વિસ્તારની ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ૮૭ ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, બોગસ લીઝ ડીડના આધારે ૧૦ કરોડ લઇ જમીન ભાડે આપી દેવામાં આવી છે. પોલીસે ડીડ બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ,જમીન લીઝ પર લેનાર અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે (૧) કિશોર જગજીવનદાસ સુરતવાલા (રહે. ક્રિષ્ણાવેલી, કારેલીબાગ) (૨) નરેશ કનૈયાલાલ રાણા (રહે.રાણાવાસ, ફતેગંજ) (૩) મહેશ બાબુભાઇ પટેલ (રહે.પાદરા) (૪) જૈમિન જયંતભાઇ ગાંધી (રહે. અજીતનગર, અકોટા) તથા ભૂમિષ્ઠ કાનજીભાઇ મકવાણા (રહે. ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, અમદાવાદ) ની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી સુરેશ ગણપતભાઇ રાજપૂત (રહે. અવધૂતપુરા, દિવાળીપુરા) નું અવસાન થયું છે.આ કેસમાં હાલ રિમાન્ડ પરના આરોપી અમિત શાહની પૂછપરછ કરી પોલીસ દસ્તાવેજોનું વેરિફિકેશન કરી રહી છે. જ્યારે અમદાવાદના બિલ્ડર ભાવેશ અમીન (રહે. શ્રીમ હાઉસ,યોગી કોમ્પલેક્સ પાછળ, થલતેજ રોડ, અમદાવાદ) હજી વોન્ટેડ છે. ભાવેશ અમીન સામે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં શ્રીમ શાલિનવાળી અલકાપુરી વિસ્તારની પ્રોપર્ટી અંગે કેસ થયો હતો.જોકે, તે ફરિયાદ કોર્ટમાંથી રદ્દ થઇ હતી.આ ઉપરાંત મકરપુરા અને સમા વિસ્તારની જમીનના વિવાદ અંગે પણ કાનૂની કાર્યવાહી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશ અમીન હાલ અમેરિકા હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે.