Baroda

ડભોઇ રોડ પરથી પાંચ બૂટલેગરોએ મગાવેલો ૮.૪૭ લાખનો દારૃ ઝડપાયો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ડભોઇરોડ પરથી 8.47 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ, કાર, ટુ વ્હીલર સહિત કુલ 17.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગણેશ યાત્રાના બંદોબસ્ત વચ્ચે બૂટલેગરો ભાવેશ રાજપૂત, વિપુલ પંચાલ, સંદીપ રાજપૂત અને આતિશ ઠાકોર દારૂનો ધંધો કરતા હતા. પોલીસે નિખિલ તડવીને ઝડપી પાડ્યો, જ્યારે આશિષ બારિયા ફરાર થયો. પોલીસે 2,208 બોટલ દારૂ જપ્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇ રોડ પરથી  પાંચ બૂટલેગરોએ મગાવેલો ૮.૪૭ લાખનો દારૃ ઝડપાયો

વડોદરાના પાંચ બૂટલેગરોએ મગાવેલો ૮.૪૭ લાખનો વિદેશી દારૃનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડભોઇરોડ પરથી ઝડપી પાડયો છે. પોલીસે સ્થળ પરથી દારૃ, કાર, ટુ વ્હીલર સહિત કુલ ૧૭.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એક તરફ શહેર પોલીસ ગણેશ યાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત છે. તેવા સમયે શહેરમાં પેટ્રોલિંગ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે,રિદ્ધિ સોસાયટીના કોમન પ્લોટમાં બૂટલેગરો ભાવેશ ચંદ્રકાંતભાઇ રાજપૂત, વિપુલ રમેશભાઇ પંચાલ,સંદિપ રાજપૂત, આતિશ ઠાકોર માણસો રાખી દારૃનો ધંધો કરે છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને વોચ ગોઠવી હતી. થોડીવારમાં મોપેડ પર બે આરોપીઓ આવ્યા હતા તેઓ કાર પરથી કવર હટાવી તેમાંથી બોક્સ કાઢી મોપેડ પર મૂકતા હતા. તે દરમિયાન જ ટીમે રેડ પાડતા બે પૈકીનો એક આરોપી ભાગી છૂટયો હતો. જ્યારે સ્થળ પરથી નિખીલ ભરતભાઇ તડવી (રહે.કૃષ્ણનગર, ઘાઘરેટિયા, સોમા તળાવ, મૂળ રહે. વધેલી ગામ,તા.તિલકવાડા,જિ. નર્મદા) ઝડપાઇ ગયો હતો. નિખીલે પોલીસને જણાવ્યું હતું કે, ભાગી જનાર આરોપી કૃષ્ણનગરમાં રહેતો આશિષ હસમુખભાઇ બારિયા છે અને વિપુલ પંચાલ સાથે દારૃનું વેચાણ કરે છે.કાર અને મોપેડ પરથી પણ દારૃ મળી આવ્યો હતો. પ ોલીસે દારૃની ૨,૨૦૮ બોટલ કિંમત રૃપિયા ૮.૪૭ લાખની કબજે કરી હતી. આશિષ માસિક ૧૦ હજારના પગારે નોકરી કરતો હતો. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની વાડી પોલીસને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં વોન્ટેડ બતાવાયેલા બૂટલેગર વિપુલ પંચાલ તથા અન્ય બૂટલેગરો વચ્ચે એટલી હદે મનદુખ હતું કે તેઓ એકસાથે દારૃનો ધંધો કરે તે વાત ગળે ઉતરતી નથી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ દિવસ અગાઉ એસ.એમ.સી.એ ખોડિયારનગર વિસ્તારમાંથી ૮૪ લાખનો દારૃ કબજે કર્યો હતો.