પાંચ પોલીસ સ્ટેશનના ૩૧.૮૭ લાખના દારૃનો નાશ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના પાંચ પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ દરમિયાન પકાડયેલા વિદેશી દારૃના જથ્થાનો નાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૫ થી જુલાઇ ૨૦૨૬ દરમિયાન વડોદરા પોલીસના ડીસીપી ઝોન - ૨ વિસ્તારમાં આવતા અટલાદરા, રાવપુરા, નવાપુરા, જે.પી. રોડ તથા ગોત્રી પોલીસ સ્ટેશનમાં અલગ - અલગ કેસમાં વિદેશી દારૃનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ દારૃનો નાશ કરવા માટે કોર્ટમાંથી જરૃરી પરવાનગી પોલીસ દ્વારા લેવામાં આવી હતી. આજે કોયલી ખાતે ખુલ્લી જગ્યામાં દારૃની ૧૩,૭૦૯ બોટલ કિંમત રૃપિયા ૩૧.૮૭ લાખ પર જે.સી.બી. ફેરવી દેવામાં આવ્યું છે.દારૃનો નાશ કરવાની કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ કમિશનર, નાયબ કલેક્ટર, નશાબંધી અને આબકારી શાખાના અધિકારી પણ હાજર રહ્યા હતા.




