ભારતમાલા હાઇવે પર જનરેટરની આડમાં લઇ જવાતો દારૃ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જનરેટરની આડમાં હરિયાણાથી દારૃનો જથ્થો અમદાવાદ લઇને જતું એક કન્ટેનર વડોદરા નજીક ભારતમાલા હાઇવે પરથી જિલ્લા પોલીસે ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા પાસિંગનું એક કન્ટેનર કરજણથી પાદરા ક્રોસ કરી લક્ષ્મીપુરા ટોલનાકા તરફ આવે છે તેવી માહિતીના આધારે એલસીબીનો સ્ટાફ રાત્રે વોચમાં હતો ત્યારે માહિતી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતાં લોખંડના બોક્ષમાં જનરેટર અને તેની પાછળના ભાગે દારૃનો જથ્થો ભરેલી પેટીઓ જણાઇ હતી.
પોલીસે રૃા.૪૦.૦૬ લાખ કિંમતની દારૃની ૧૬૨૨૪ નંગ બોટલો તેમજ જનરેટર અને કન્ટેનર મળી કુલ રૃા.૫૦.૫૮ લાખનો જથ્થો કબજે કર્યો હતો. કન્ટેનરના ઝડપાયેલા ડ્રાઇવર અરવિંદ ક્રિષ્ણકુમાર જાટ (રહે.સુનારીયા કલા, રોહતક, હરિયાણા)ની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે રોહતકના પીલાણા ખાતે રહેતા યોગેશ ઇશ્વર રાજપુતે આ કન્ટેનર આપી અમદાવાદ જવાનું કહ્યું હતું. રોહતકથી નીકળી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશી અમદાવાદ તરફ જતો હતો. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.




