વડોદરામાં બે જગ્યાએ લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણી રોડ પર વહી ગયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Leakage : વિતેલા ગણતરીના કલાકોમાં શહેરમાં અલગ અલગ બે જગ્યાએ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેમાં હજારો લિટર પાણી રસ્તા પર રહી ગયું હતું. શહેરના પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં કેનાલ રોડ (30 મીટર) અને ડી-માર્ટને જોડતા 18 મીટરના રોડ પર છેલ્લા ત્રણ ચાર દિવસથી પીવાનું સ્વચ્છ પાણી રસ્તા પર વહીને ગટરોમાં જઈ રહ્યું છે.
કરોડો રૂપિયાના ફ્લેટ ધરાવતા વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે આખો રોડ ચોમાસાની જેમ ભરાયેલો રહે છે, જેના લીધે વાહન ચાલકો સ્લિપ થઈ રહ્યા છે અને ખાડાઓમાં પડી રહ્યા છે. મુખ્ય માર્ગ પર મીની નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. તેવી જ રીતે ગોત્રી હરીનગર ખાતે પણ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર રહી ગયું હતું.
સ્થાનિક નાગરિકે તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ખાડાવાળા રોડ, ભરાયેલા પાણી અને ગંદા પાણીની સમસ્યાથી પ્રજા હેરાન થઈ રહી છે. પ્રી-મોન્સૂન કે પોસ્ટ-મોન્સૂન જેવી કામગીરી કાગળ પર જ રહે છે અને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તેમણે વડોદરાની જનતાને પોતાના હક અને પોતાના વિસ્તારની સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવા માટે જાગૃત થવા અપીલ કરી છે.




