વડોદરા નજીક વાઘોડિયામાં દીપડો માનવ ભક્ષી બન્યો, બે ગ્રામજનો પર હુમલો: ગ્રામજનોનું હથિયારો સાથે જાગરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી દીપડો ઢોરોનું મરણ કરતો દીપડો હવે માનવભક્ષી બનતા ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા દોડધામ મચાવી દીધી છે. વાઘોડિયામાં ગઈકાલે રાત્રે દિપડાએ બે ગ્રામજન ઉપર હુમલો કરતા દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે પાંજરા ગોઠવી દીધા છે અને રેસ્ક્યુ ટીમ કામે લાગી છે.
વડોદરાના વાઘોડિયા,ડભોઇ, સાવલી અને કરજણ માં દીપડાની અવરજવર
વડોદરા જિલ્લામાં લાંબા સમયથી દીપડો દેખાઈ રહ્યો છે. સૌથી વધુ દીપડો વાઘોડિયા તાલુકામાં અને ત્યારબાદ કરજણ, ડભોઇ, સાવલી, પાદરા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. દીપડાને પકડવા માટે વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે અને તેમાં સફળતા પણ મળે છે પરંતુ તેમ છતાં દીપડા કરી ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે.
આઠ જેટલા દીપડાના રહસ્યમય સંજોગમાં મોત નીપજ્યા છે
વડોદરા જિલ્લામાં દીપડાના મોત નીપજવાના આઠ જેટલા બનાવો બન્યા છે. જેમાં વાડમાં ફસાઈ જવાથી, ટ્રેન અને વાહનની અડફેટમાં આવી જવાથી તેમજ બે કિસ્સામાં સળગેલી હાલતમાં મળી આવ્યા હોવાના કિસ્સા બન્યા છે. સાવલી તાલુકામાં દીપડાને મારી નાખવાના બનાવવામાં એક ગ્રામજનની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ઢોરોનું મારણ કરતો દીપડો માનવભક્ષી બનતા ગ્રામજનોમાં ફાફડાટ
વડોદરા જિલ્લામાં મોટાભાગના બનાવવામાં દીપડા દ્વારા ગાય, વાછરડા અને અન્ય ઢોરોનું મરણ કરવાના બનાવ બન્યા છે. પરંતુ હવે પહેલી વખત વાઘોડિયા તાલુકામાં દીપડાએ બે ગ્રામજનો ઉપર હુમલો કરતા દીપડો માનવભક્ષી બન્યો હોવાનું મનાઈ રહ્યું છે. દેવ નદીને કાંઠે આવેલા ફલોડ ગામે ગઈકાલે રાત્રે દીપડાએ હેમાંગ પરમાર નામના ગ્રામજન ઉપર હુમલો કરતા તેમને બાથ ભીડી હતી. ત્યારબાદ ભાગેલો દીપડાએ મણીભાઈ પરમાર નામના અન્ય એક આધેડ ઉપર પણ હુમલો કરી બચકા ભર્યા હતા. જે દરમિયાન ગ્રામજનો આવી જતા દિપડો નદીના કોતર તરફ ભાગી છૂટ્યો હતો.
ટોર્ચ અને મારક હથિયારો સાથે ગ્રામજનોનું જાગરણ, ફોરેસ્ટ ની રેસ્ક્યુ ટીમ નું પેટ્રોલિંગ
ફલોડ ગામે ગઈકાલે રાત્રે ગ્રામજન ઉપર દીપડાએ હુમલો કરવાનો બનાવ બન્યા બાદ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી હતી અને નદી કાંઠા વિસ્તાર માં બે પાંજરા ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. જ્યારે ગ્રામજનો મારક હથિયારો અને ટોર્ચ સાથે ખેતર તેમજ નદી કાંઠા વિસ્તારમાં દીપડાને શોધવા નીકળી પડ્યા હતા. જેથી આખી રાત ગામમાં ભારે ઊચાટ જોવા મળ્યો હતો.









