Baroda

લેન્ડ રેકર્ડઝના કર્મચારીઓએ બાંયો ચડાવી, તા.૧૧ સપ્ટેમ્બરથી હડતાળ

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
મહેસૂલ બાદ હવે લેન્ડ રેકર્ડના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ 11 સપ્ટેમ્બરથી પેનડાઉન કરી તમામ કામગીરી બંધ કરશે. પગાર ધોરણ સુધારવા સહિતની વિવિધ માંગણીઓ સંદર્ભે 30 દિવસમાં નિરાકરણ ન આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લેન્ડ રેકર્ડઝના કર્મચારીઓએ બાંયો ચડાવી, તા.૧૧ સપ્ટેમ્બરથી હડતાળ

મહેસૂલ કર્મચારીઓ બાદ લેન્ડ રેકર્ડના કર્મચારીઓએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. લેન્ડ રેકર્ડના કર્મચારીઓએ તા.૧૧ સપ્ટેમ્બરથી પેનડાઉન કરી તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અંગે સરકારને લેખિતમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર દ્વારા માગણીઓ અંગે કોઇ ધ્યાન નહી અપાતા આખરે કર્મચારીઓ દ્વારા આખરીનામું આપીને જો ૩૦ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન બાદ અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કર્મચારી મંડળના વડોદરા જિલ્લા યુનિટના હોદ્દેદારોએ જમીન દફ્તર વિભાગના નાયબ નિયામકને પણ આ અંગેનો એક પત્ર સોંપીને જણાવ્યું છે કે તા.૧૧થી રાજ્યના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ કરી વિરોધ દર્શાવવાનું ચાલુ રાખશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સિનિયર સર્વેયરોનું પગાર ધોરણ મેટ્રીક લેવલ-૫માંથી મેટ્રીક લેવલ-૭માં કરવા તેમજ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ મેટ્રીક લેવલ-૪માંથી મેટ્રીક લેવલ-૫માં કરવાની માંગણી કરવામાં આવી રહી છે.