Baroda

મધ્ય ગુજરાતમાં વરસાદની અછતની સીધી અસર ડેમોના જળસંગ્રહ પર

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
મધ્ય ગુજરાતમાં વરસાદની અછતને કારણે ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે. છોટાઉદેપુરનો સુખી ડેમ 72% ભરાઈ 'વોર્નિંગ' સ્તરે છે, જ્યારે મહીસાગરનો કડાણા 40% અને પાનમ ડેમ 54% ભરાયો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.57% અને સરદાર સરોવરમાં 67.65% જળસંગ્રહ નોંધાયો છે. ખેડા જિલ્લામાં માત્ર 4.56% પાણી ઉપલબ્ધ છે, જે સૌથી ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય ગુજરાતમાં વરસાદની અછતની સીધી અસર ડેમોના જળસંગ્રહ પર

મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી વરસાદની અછત જોવા મળતા તેની સીધી અસર ડેમોના જળસંગ્રહ પર જોવા મળી રહી છે. નર્મદા, વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ડેમો હજુ પણ સંતોષકારક રીતે ભરાયા નથી.

મધ્ય ગુજરાતના મુખ્ય ડેમોની વાત કરીએ તો છોટાઉદેપુરનો સુખી ડેમ ૭૨ ટકા ભરાતા 'વોર્નિંગ' સ્તરે પહોંચી ગયો છે. જ્યારે મહીસાગરનો કડાણા ડેમ માત્ર ૪૦ ટકા અને પાનમ ડેમ ૫૪ ટકા ભરાયો છે.

હાલ કડાણા ડેમમાં ૨૯૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી ૧,૨૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાનમ ડેમમાંથી ૭૫૦ ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.  મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી રાહ જોવાઈ રહી છે.

મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૫૭ ટકા જળસંગ્રહ છે, જ્યારે સરદાર સરોવર ડેમમાં ૬૭.૬૫ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. આજવા સરોવરનું જળસ્તર ૮ વર્ષ બાદ ૨૦૫ ફૂટે પહોંચ્યું હતું, જેથી નર્મદા કેનાલમાથી હાલ પાણીની આવક સાથે આજે આજવાની સપાટી માંડ ૨૦૭.૭૫ ફૂટે પહોંચી છે.

રાજ્યના ૨૦૭ પૈકી ૧૨ ડેમો છલકાયા

રાજ્યમાં હાલ ૧૨ ડેમ હાઈ એલર્ટ પર છે, જેમાં અમરેલી જિલ્લાના પાંચ, ભાવનગર જિલ્લાના ત્રણ અને સુરેન્દ્રનગર જિલ્લાના બે ડેમ તથા તાપી જિલ્લાના દોશવાડા અને મહીસાગર જિલ્લાના વણાકબોરી ડેમનો સમાવેશ થાય છે. બીજી તરફ રાજ્યમાં બે ડેમ એલર્ટ મોડ પર છે, જ્યાં ૮૦થી ૯૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે ૭૦થી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૩ ડેમો વોર્નિંગ  હેઠળ છે.

ક્રમ- જિલ્લો - જળાશય - સંગ્રહ ક્ષમતા (એમ.સી.એમ.)-  હાલની સ્થિતિ(એમ.સી.એમ.)-   પાણીનો  જથ્થો ટકામાં

(૧) છોટાઉદેપુર -સુખી-૧૭૩.૦૧-૧૨૫.૧૫- ૭૨.૩૪ ટકા

(૨) પંચમહાલ- દેવ-૬૭.૯૫-૪૦.૭૩-૫૯.૯૪ ટકા

(૩) પંચમહાલ -કરાડ-૪૨.૪૫- ૧૬.૧૮-૩૮.૧૨ ટકા

(૪)મહીસાગર-પાનમ-૫૭૮.૧૯-૩૧૨.૩૫ -૫૪.૦૨ ટકા

(૫) મહીસાગર-કડાણા -૧૨૪૯.૩૦- ૪૯૯.૦૭- ૩૯.૯૫ ટકા

(૬) મહીસાગર- ભાદર-૩૦.૯૫- ૩. ૫૫- ૧૧.૪૭ ટકા

(૭) દાહોદ -પાટાડુંગરી-૪૧.૦૫-૧૫.૧૭-૩૯.૯૫

(નોંધ ઃ એમ.સી.એમ. અર્થાત મિલિયન ક્યૂબિક મીટર)

ખેડા જિલ્લાની સ્થિતિ સૌથી ચિંતાજનક છે

જિલ્લો- પાણીનો ઉપલબ્ધ જથ્થો

છોટાઉદેપુર - ૭૦.૯૮ ટકા

દાહોદ - ૪૯.૨૭

મહીસાગર - ૪૫.૮૦ ટકા

પંચમહાલ-  ૫૧.૫૫ ટકા

ખેડા - માત્ર ૪.૫૬ ટકા