Baroda

વડોદરામાં વઘારેલી ખીચડીમાંથી મૃત મકોડા નીકળતાં કિસ્મત કાઠિયાવાડી હોટલ વિવાદમાં

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના અમિતનગર સર્કલ પાસેની કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ગઈકાલે રાત્રે ગ્રાહકોને વઘારેલી ખીચડીમાંથી મૃત મકોડા મળતાં હોબાળો થયો હતો. મહિલા ગ્રાહકે આ અંગે હોટલ સંચાલકને રજૂઆત કરતાં તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયું હતું. આ ઘટનાથી હોટલના ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પર સવાલો ઉભા થયા છે. હવે ખોરાક શાખા તપાસ કરી કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વઘારેલી ખીચડીમાંથી મૃત મકોડા નીકળતાં કિસ્મત કાઠિયાવાડી હોટલ વિવાદમાં

Vadodara Food Safety : વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ વિવાદમાં આવી છે. ગઈકાલે રાત્રે હોટલમાં જમવા ગયેલા ગ્રાહકોને વઘારેલી ખીચડી પીરસવામાં આવી હતી. આ દરમિયાન ખીચડીમાંથી મૃત મકોડા નીકળતાં ગ્રાહકમાં ભારે નારાજગી જોવા મળી હતી.
મહિલા ગ્રાહકના જણાવ્યા મુજબ, ભોજનમાંથી મકોડા નીકળ્યા બાદ તેમણે આ અંગે હોટલના સંચાલનને રજૂઆત કરી હતી. જોકે, તેમની ફરિયાદને ગંભીરતાથી લેવાને બદલે સંચાલક દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રાહકે કર્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા છે.
ગ્રાહક દ્વારા સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ભોજનમાંથી જીવાત મળી આવવાના આક્ષેપથી હોટલની ખાદ્યસામગ્રીની જાળવણી અને સ્વચ્છતાની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. હવે ખોરાક શાખા દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે છે કે કેમ અને હોટલ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.