Baroda

જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક ૨૫ હજારની લાંચમાં ઝડપાયો

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
પંચમહાલના જાંબુઘોડા મામલતદાર કચેરીમાં મહેસૂલી ક્લાર્ક સુરપાલસિંહ ઝાલા જમીનના દસ્તાવેજ બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ દાખલ કરવા ₹25,000ની લાંચ લેતા ઝડપાયો છે. જમીન માલિકની ફરિયાદ આધારે મહીસાગર ACBએ છટકું ગોઠવી, ક્લાર્કને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડી પાડ્યો. ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક ૨૫ હજારની લાંચમાં ઝડપાયો

પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ફરજ બજાવતો મહેસૂલી ક્લાર્ક જમીનના દસ્તાવેજ બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ દાખલ કરી નોંધ પાડવાના અવેજ પેટે રૃા.૨૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જમીન વેચાણનો દસ્તાવેજ થયા બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ દાખલ કરવા માટે જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી. આ અંગેની કાર્યવાહી કરવા તેમજ નોંધ પાડી આપવાના બદલામાં મામલતદાર કચેરીની એટીવીટી શાખાના ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૃા.૨૫ હજારની લાંચની માંગણી કરી હતી.
જમીન માલિક લાંચની રકમ આપવા માંગતા નહી હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે મહીસાગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. તેજોત તથા સ્ટાફે જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
દરમિયાન ક્લાર્ક સુરપાલસિંહ ઝાલાએ જમીન માલિક સાથે વાતચીત કરી રૃા.૨૫ હજારની લાંચની રકમ સ્થળ પર જ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેને લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો. આ અંગે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.