Baroda

જૈનમ જયતિ શાસનમના નારા ગૂંજી ઉઠયા ભરૃચની જુમ્મા મસ્જિદ જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે જૈન બંધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
ભરુચની જુમ્મા મસ્જિદ જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે, રાજ્યભરમાંથી આવેલા જૈન બંધુઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું. ખંડેર અવસ્થા જોઈ તેઓ ભાવુક થયા અને "જૈનમ જયતિ શાસનમ"નો નાદ કર્યો. 72 પિલ્લરો ધરાવતું આ સ્થળ અલાઉદ્દીન ખીલજીના આક્રમણ પહેલાનું જૈન વિહાર હોવાનો દાવો કરાયો છે. જૈન અગ્રણીઓએ એક થઈ લડત ચલાવવા અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

જૈનમ જયતિ શાસનમના નારા ગૂંજી ઉઠયા ભરૃચની જુમ્મા મસ્જિદ જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે જૈન બંધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા

ભરૃચની રાષ્ટ્રીય ધરોહર જુમ્મા (જામા) મસ્જિદ જૈન બંધુઓનું જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે આજે સમગ્ર રાજ્યમાંથી આવેલા જૈન બંધુઓએ રાષ્ટ્રીય ધરોહરનું નિરીક્ષણ કર્યું હતું. આ રાષ્ટ્રીય ધરોહરને ખંડેર અવસ્થામાં જોઈ દુઃખ વ્યકત કર્યું હતું. તેઓ જૈનમ જયતિ શાસનમનો નાદ લગાવી ભાવુક થયા હતા. સૌને એક થઇ લડત ચલાવવા અપીલ કરાઇ છે.
ભરૃચની ઐતિહાસિક રાષ્ટ્રીય ધરોહર અલાઉદીન ખીલજીના આક્રમણ પહેલા ૭ર પિલ્લર ધરાવતું જૈન સમરી વિહાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ધરોહર સનાતન ધર્મનું ધામક સ્થળ હોવાના દાવા સાથે પિલ્લરોમાં અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તેના ભોયતળિયામાં પણ અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓમાં સવંત ૧ર૧૩ની તકતી હોવાનું જણાવવામાં આવે છે. જેને જુમ્મા મસ્જિદ માનવામાં આવે છે તે મૂળ સ્વરૃપે જૈન સમરી વિહાર છે અને તેમાં રહેલા પાતાળ કૂવામાં પણ પુરાતત્વ વિભાગ તપાસ કરાવે તો અસંખ્ય દેવી દેવતાઓની પ્રતિમાઓના અવષેશો મળી શકે તેવો વિશ્વાસ વ્યકત કરાયો છે. આજે મોટી સંખ્યામાં જૈન બંધુઓ વલસાડ, સુરત સહિત અલગ અલગ જિલ્લામાંથી આવી પહોંચ્યા હતા. સ્થળ ઉપર આવી રાષ્ટ્રીય ધરોહરનું નિરીક્ષણ કરી આ સ્થળ જૈન સમરી વિહાર જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ધરોહરની મુલાકાત દરમિયાન અત્યંત ભાવુક થયેલા મહિલા જૈન અગ્રણીએ કહ્યું હતું કે, અહીંયા ૭ર પિલ્લર છે અને જિનાલયોમાં ૭ર પિલ્લરોનું સ્થાન મહત્વનું રહયું છે. રાષ્ટ્રીય ધરોહરને ખંડેર બનાવી દીધું છે, તેના પર કબ્રસ્તાન ઉભું કરી દેવામાં આવ્યું છે. તે બહુ દુઃખની વાત છે. જૈન સમરી વિહારનો પુરાણોમાં પણ ઉલ્લેખ રહયો છે અને હાલની જુમ્મા (જામા) મસ્જિદને જૈન સમરી વિહાર તરીકે પ્રસ્થાપિત કરવા માટે તમામ રાજય અને તમામ જિલ્લાના લોકોએ એકતા બતાવવી પડશે નહીંતર આવનાર સમયમાં આપણી પેઢી જૈન સમરી વિહાર પણ નહીં જોઈ શકે.