ભારતીય પેરા ટેબલ ટેનિસ ટીમે ૧૬ મેડલ જીતી ઇતિહાસ રચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફિનલેન્ડના લાહતી ખાતે તા. ૨૮થી ૩૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આઈ.ટી.ટી.એફ (ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન) વર્લ્ડ પેરા ફ્યૂચર લાહતી ૨૦૨૬ સ્પર્ધામાં ભારતીય પેરા ટેબલ ટેનિસ ટીમે ઐતિહાસિક દેખાવ કરતાં કુલ ૧૬ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
ભારતીય ખેલાડીઓએ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધાઓમાં શાનદાર દેખાવ કરી ૬ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિશ્વના ૩૦ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ભારતીય ટીમે ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ શ્રેણીમાં પણ શાનદાર દેખાવ કરતાં કુલ ૬ મેડલ જીત્યા છે, જેમાં ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં રમેશ-સુમિત, સુમિત- દીપિકા, સોનલ- રમેશ, શુભમ- જે.ડી.મદન, પ્રાચી- સવિતા અને શિવમ પાલ- નૂરની જોડીનો શાનદાર દેખાવ જોવા મળ્યો છે.




