કોટંબીમાં ભારતનો વિજયી પ્રારંભ ઝિમ્બાબ્વેની ટીમને ૯ વિકેટે હરાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોટંબીના બીસીએ સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ૯ વિકેટે વિજય મેળવી શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. ઝિમ્બાબ્વેના ૧૯૮ રનના લક્ષ્ય સામે ભારતે પ્રતીકા રાવલની અણનમ સદી અને શેફાલી વર્માની આક્રમક બેટિંગના સહારે માત્ર ૨૭.૧ ઓવરમાં જ જીત મેળવી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરો સામે ૪૯.૫ ઓવરમાં ૧૯૭ રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રી ચરણીએ ૧૦ ઓવરમાં ત્રણ મેઇડન સાથે માત્ર ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ક્રાંતિ ગૌડે ત્રણ, દીપ્તિ શર્માએ બે અને શેફાલી વર્માએ એક વિકેટ મેળવી ઝિમ્બાબ્વેની ટીમને મોટો સ્કોર નોંધાવતાં અટકાવી હતી. ઝિમ્બાબ્વે તરફથી બીલવ્ડ બિઝાએ સૌથી વધુ ૬૨ રન બનાવ્યા હતા.
૧૯૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને પ્રતીકા રાવલ અને કેપ્ટન સ્મૃતિ મંધાના વચ્ચે ૯૪ રનની ભાગીદારી થઈ હતી. સ્મૃતિ મંધાના ૩૨ રન બનાવી આઉટ થઈ હતી, જ્યારે પ્રતીકા રાવલે ૯૬ બોલમાં અણનમ ૧૦૦ રન ફટકારી પોતાની સદીના સહારે ભારતને જીતની નજીક પહોંચાડયું હતું. ત્યારબાદ શેફાલી વર્માની આક્રમક અડધી સદીથી ભારતે એક વિકેટના નુકસાન પર જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
હવે શ્રેણીની બીજી વન-ડે મેચ ૨૫ ઓક્ટોબરે કોટંબીના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે.




