વડોદરાના કરોડિયા વિસ્તારમાં દર્દીને કાદવ-કીચડમાંથી પસાર થઈ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર-8માં કરોડિયા રોડ પર આવેલી જય અંબે અને પાયલ સોસાયટીમાં ગંદા વરસાદી પાણીનો લાંબા સમયથી ભરાવો રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પરિસ્થિતિની ગંભીરતા ત્યારે સામે આવી જ્યારે સોસાયટીમાં એક દર્દીની તબિયત બગડતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે સોસાયટીમાં માર્ગ ભરાયેલા ગંદા પાણીને કારણે એમ્બ્યુલન્સ અંદર પ્રવેશી શકી નહોતી. પરિણામે દર્દીને દૂષિત પાણીમાંથી પસાર થઈને એમ્બ્યુલન્સ સુધી જવું પડ્યું હતું. એમ્બ્યુલન્સ ચાલકે માર્ગ યોગ્ય ન હોવાનું જણાવી તેમના ઘર સુધી જવાનો ઇનકાર કર્યો હતો.
રહીશોનું કહેવું છે કે ગંદા પાણીના સતત ભરાવાથી રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી.









