ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૃબંધી નામની રાજ્યમાં દર ત્રણ મિનિટે એક નશેડીનો હોસ્પિટલમાં થતો ટેસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૃબંધી માત્ર નામની જ હોય તેમ લાગે છે. ગયા વર્ષે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ૧૯૪૯ મુજબ ગેરકાયદે દારૃના સેવન સાથે સંકળાયેલા કેસોમાં કુલ ૧.૮૯ નમૂનાઓ લઇને મેડિકલ રિપોર્ટ તેમજ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
રાજ્ય ગૃહ વિભાગના ઉપરોક્ત આંકડા પર નજર નાખીએ તો સરેરાશ ૫૧૮ નમૂનાઓ રાજ્યમાં રોજ લેવામાં આવ્યા હતા એટલે કે દર ત્રણ મિનિટે એક નમૂનો દારૃના સેવન કરનારાઓનો લેવાયો છે. આતો માત્ર દારૃનું સેવન કરનારાઓના નમૂનાઓના આંકડા છે જ્યારે દારૃ ઝડપાય ત્યારબાદ તેને ચકાસણી માટે મોકલવામાં આવતા દારૃના નમૂનાઓના આંકડા તો હજી બાકી છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આંકડા સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવેલા દારૃના કેસોમાં ઝડપાયેલી વ્યક્તિઓના છે. નશામાં રહેલી વ્યક્તિઓને તબીબી તપાસ તેમજ લોહીના નમૂના માટે હોસ્પિટલ મોકલવામાં આવતા હોય છે. લોહીના નમૂના બાદમાં એફએસએલમાં વિશ્લેષણ માટે મોકલાય છે. પ્રોહિબિશન એક્ટના કાયદા હેઠળ ગુનો નોંધવા માટે લોહીના નમૂનામાં ૧૦૦ મિલી રક્ત દીઠ ૫૦ મિલીથી વધુ આલ્કોહોલનું પ્રમાણ હોવું આવશ્યક છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં અથવા નાકાબંધીમાં હોય ત્યારે પણ નશેડીઓને શોધવા માટે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરતી હોય છે. આતો સરકારી ચોપડે નોધાયેલા કેસોની સંખ્યાનું પ્રમાણ છે જ્યારે ચોરીછૂપીથી દારૃનું સેવન કરનારાઓની સંખ્યા તો અનેક હોઇ શકે છે.




