Baroda

ગેરકાયદે રેતી અને ખનીજનું વહન ઃ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગે ગેરકાયદે રેતી-ખનિજ વહન સામે લાલ આંખ કરી છે. નારેશ્વર-પાલેજ પાસેથી 10 ડમ્પર અને ડેસરના વાંકાનેડા પાસેથી 2 હિટાચી મશીન, 3 ડમ્પર જપ્ત કરાયા છે. બે દિવસમાં કુલ ₹3.60 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરી તંત્રએ સપાટો બોલાવ્યો છે, જેનાથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગેરકાયદે રેતી અને ખનીજનું વહન ઃ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત

ગેરકાયદે રેતી અને ખનિજના વહન કરતા લોકો સામે કાર્યવાહી કરી તંત્રે બે દિવસમાં સાડા ત્રણ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભૂસ્તર વિજ્ઞાાન, ખાણ ખનિજ, વડોદરાની તપાસ ટીમ દ્વારા ગત તા.૧૫ જુલાઇ ૨૦૨૬ના રોજ નારેશ્વર,પાલેજ ખાતેથી આકસ્મિક રોડ ચેકિંગ દરમિયાન સાદી રેતી અને ખનિજના ગેરકાયદે અને ઓવરલોડ વહન કરતા કુલ- ૧૦ ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અંદાજીત બે કરોડનો મુદામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આજે ડેસર તાલુકાના વાંકાનેડા ગામેથી પસાર થતી મેસરી નદીના પટ્ટ પાસે આવેલ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન સાદી રેતી અને ખનિજનું ખાણકામ તથા વહન કરતાં ૨ હિટાચી મશીન,૩ ડમ્પર મળી કુલ ૧.૬૦ કરોડનો મુદામાલ સિઝ કરવામાં આવ્યો છે.