તું મારી નહીં થાય તો બીજાની પણ નહીં થવા દઉં, બંનેને મારી નાખીશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડ પર રહેતી યુવતીનો સતત પીછો કરી રિલેશનશિપ રાખવા માટે યુવક દબાણ કરતો હતો. યુવકની હેરાનગતિથી કંટાળીને છેવટે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ પર રહેતી યુવતી અગાઉ આઉટ સોર્સમાં નોકરી કરતી હતી. પરંતુ, હાલમાં તે નોકરી કરતી નથી. તેણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપી જીગર ઉર્ફે જેકી અરવિંદભાઇ રોહિત (રહે. અમી દર્શન સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ)અવાર - નવાર મને મોબાઇલ ફોન પર મેસેજ કરીને રિલેશનશિપ રાખવા માટે દબાણ કરતો હતો. મેં ના પાડી હોવાછતાં આરોપી સતત મારો પીછો કરતો હતો અને ધમકી આપતો હતો કે, તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને કોઇ બીજાની પણ થવા દઉં નહીં. તું જેની સાથે વાત કરીશ તેને અને તને બંનેને મારી નાખીશ. ગઇકાલે બપોરે હું વાઘોડિયા રોડ ભૈરવનગરના નાકા પાસે મારા મિત્ર સાથે આવી ત્યારે આરોપીએ આવીને અમને બંનેને ગાળો બોલી મારા મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીને નોટિસ આપી છે. આરોપી દુકાન ભાડે આપવાનો ધંધો કરે છે.









